Abtak Media Google News

ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપે લેવામાં આવશે જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપે યોજાશે

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે ઝઅઝની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપ લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ યોજાશે.

Advertisement

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)ટાટની  પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટાટની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો વિિંાં://જ્ઞષફત.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.  પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપ6 ઓગસ્ટના રોજ લેવાશે. જ્યારે 17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપનું આયોજન કરાયું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.  ગત 25 જૂનના રોજ માધ્યમિક માટે ટાટની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું.  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પરીક્ષા યોજાઈ હતી. પ્રિલિમ પરીક્ષામાં પાસ થનારા 60 હજાર ઉમેદવારો આ પરીક્ષામાં સામેલ થયા હતા. રાજ્યના કુલ 225 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 10.30થી 1 વાગ્યા સુધી ભાષા સજ્જતાના પેપરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે  બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર લેવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.