Abtak Media Google News

ધ્રોલ શહેરમાં ૭ અને ગ્રામ્ય વિસ્તાર લતીપર ૧ કેસ નોંધાયો

 

Advertisement

જામનગર જીલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાઈ રહયો હોવાનું બહાર આવ્યુ છે ત્યારે ધ્રોલ શહેરમાં લમ્પી વાયરસના લીધે એક બળદનું મોત નિપજયુ હતુ અને અન્ય ૮ પશુઓમાં આ લમ્પી વારયસના લક્ષણો દેખા દેતા પશુપાલન વિભાગ ભાગદોડ કરીને સત્વરે રસીકરણ કાર્યક્રમ હાથ ધરીને એક ટીમ બનાવીને વેકસીનેશન કરવામાં આવી રહયુ છે

Whatsapp Image 2022 05 26 At 11.50.39 Am

ધ્રોલ શહેરમાં તથા તાલુકામાં લમ્પી વાયરસનો રોગચાળો જોવા મળ્યો હોય તેમ આ વાયરસના લીધે ૧ પશુઓના મોત નિપજયા હોવાના સમાચાર મળી રહયા છે અને પહેલા ૬ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યા બાદ પશુપાલન વિભાગએ તાકીદે સર્વે હાથ ધરીને કામગીરી કરતા વધુ ૨ મળીને કુલ ૮ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેને સારવાર આપવામાં આવી રહી છે અને લમ્પી વારયસની સત્વરે સારવાર આપવા આવ્યે પશુઓ બચી જાય છે તેવામાં જેમા ધ્રોલમાં મનસુખભાઈ પરમાર નામના ખેડુતના બળદનું લમ્પી વારયસના કારણે ભોગ લેવાયો હતો

ધ્રોલ પશુચિકીત્સા અધિકારી કીશોર પરમારે પુષ્ટી આપી છે અને લમ્પી રોગના લક્ષણ ધરાવતા કુલ ૮ પશુઓમાં બહાર આવ્યુ છે અને ધ્રોલમાં એક બળદનું મોત નિપજયુ હોવાની પુષ્ટી આપી છે.

હાલ અત્યારે કેસ આવી રહ્યા છે તે વિસ્તાર ના પશુઓને વેકસીન કરવામા આવી રહી છે

Whatsapp Image 2022 05 26 At 11.50.42 Am

જયારે તાકીદે પશુપાલન વિભાગએ ધ્રોલમાં લમ્પી વારયસ સામે રક્ષણ આપતી વેકસીનેશનની કામગીરી હાથ ધરીને અત્યાર સુધીમાં લમ્પી વારયસ ધરાવતા પશુઓના સંપર્કમાં આવેલ ૬૧ પશુઓને વેકસીનેશન કરવામાં આવ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે અને લતિપુરમાં એક જયેશભાઈ દામજીભાઈના બળદને લમ્પી વાયરસ લાગુ પડતા પશુપાલન વિભાગ દોડી જઈને સારવાર કરવામાં આવી રહી છે અને લમ્પી વા૨યસની સમયસર સારવાર આપવામાં આવે તો પશુઓનો બચાવ થાય છે તે વચ્ચે જો કોઈ પશુને આ લમ્પી રોગ લાગુ થયો હોય અને લક્ષણો દેખાય તો સત્વરે ધ્રોલ પશુપાલન વિભાગને જાણ કરવા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.