Abtak Media Google News

કેદી પાર્ટીને ફોર્ચ્યુનર કારમાં કોર્ટ પર લાવ્યાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો તો

અબતક, ઋષિ મેહતા, મોરબી

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ધોળા દિવસે ભરબજારમાં યુવાનની હત્યા નિપજાવવામા આવી હતી. આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપી મોરબી જેલ હવાલે કરાયા હતા જે આરોપીઓને જામનગર કોર્ટમાં તારીખમાં રજૂ કરવા પોલીસે ફોર્ચ્યુનર કાર સહિત સવલતો આપી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

ધ્રોલમાં દિવ્યરાજ સિંહ જાડેજાના હત્યા પ્રકરણમાં જેલહવાલે રહેલા આરોપીઓને જામનગર કોર્ટમાં તારીખ વેળાએ પોલીસે ફ્રોચ્યુંનર કારમાં લઇ જઇ પોલીસ જાપ્તા દરમ્યાન સવલતો આપી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચા જાગી હતી. આ મામલે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આકરા પાણીએ થઈ તાત્કાલિક પોલીસ બંદોબસ્તમાં તૈનાત બે પોલીસકર્મીઓ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશભાઇ અને જગદીશભાઈને સસ્પેન્ડ કરી દાખલારૂપ કામગીરી કરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે હાઇવે ઉપર દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજાની શાર્પ શૂટરની મદદથી ગોળીબાર કરી હત્યા કરવાના ગુનામાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી, જેથી ઓમદેવસિંહ જાડેજા મોરબી જેલમાં હતો. બીજી તરફ કેસના મુખ્ય આરોપી ઓમદેવસિંહની ગઈકાલે તા. 26 ઓક્ટોબરના રોજ જામનગર સેશન્સ કોર્ટમાં મુદત હતી.

જ્યાં મોરબી પોલીસ આરોપી ઓમદેવસિંહને લક્ઝરી સુવિધા પૂરી પાડી આરોપીને ફોર્ચ્યુનર કારમાં જામનગર કોર્ટમાં મૃતક યુવાનના પરિવારજનોએ આરોપીની મોરબી પોલીસ સાથે સાઠગાંઠ હોવા અંગેના આક્ષેપો થતા બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.