Abtak Media Google News
  • મુંદ્રા બંદરે ડીઆરઆઈ દ્વારા ચેકીંગ હાથ ધરાતા જથ્થો મળી આવ્યો

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને બેઝ ઓઇલના ડ્રમ્સની આડમાં સોપારીની દાણચોરી ઝડપી પાડવામાં આવી છે.ડીઆરઆઈએ 5.71 કરોડની કિંમતનો કુલ 83.352 મેટ્રિક ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે તો સાથે જ 14.383 મેટ્રિક ટન બેઝ ઓઇલ જેની કિંમત 6,17 લાખ છે તે પણ જપ્ત કર્યું છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ડીઆરઆઈ એ ’બેઝ ઓઇલ’ ધરાવતા ડ્રમ્સમાં છુપાવવાની નવી પદ્ધતિ અપનાવીને એરેકા નટ્સનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે અને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.અમદાવાદના ડીઆરઆઈ યુનિટ દ્વારા યુએઈથી મુન્દ્રા પોર્ટ પર જે માલસામાન આવ્યો હતો તેમાં ખોટી રીતે જાહેર કરાયેલ કાર્ગો છે તેવી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતું હતું જેને પરિણામે ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા ક્ધટેનરની તપાસ કરવામાં આવી હતી. ક્ધટેનરની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે તમામ 738 ડ્રમમાં હતા જેમાંથી 658 ડ્રમમાં વિભાજીત સ્વરૂપમાં સોપારીનો જથ્થો હતો.જ્યારે 80 ડ્રમમાં તેલયુક્ત પ્રવાહી કથિત રીતે “બેઝ ઓઈલ” સમાયેલ છે જે પ્રત્યેક ક્ધટેનરમાં એરેકા નટ્સ ધરાવતા ડ્રમને છુપાવવા માટે વપરાય છે.

એરેકા નટ્સના દાણચોરીના ઓપરેશનમાં ડીઆરઆઈએ 83.352 મેટ્રિક ટન સોપારીનો જતથો જપ્ત કર્યા છે.જેની કિંમત 5.71 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ ક્ધટેનરના આયાત દસ્તાવેજોમાં બેઝ ઓઈલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત 80 ડ્રમ્સ માં ઉપલબ્ધ  14.383 મેટ્રીક ટન તેલયુક્ત પ્રવાહી (બેઝ ઓઈલ) જેની કિંમત રૂ. 6.17 લાખ છે તે પણ કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ તે જપ્ત કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સોપારીની આયાત ઊંચા ટેરિફ મૂલ્ય અને 110%ની ડ્યુટીનું માળખું ધરાવે છે. જેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારીની આયાતમાં ખોટી જાહેરાતનો આશરો લેવામાં આવી રહ્યો છે. સોપારીની આવી ગેરકાયદેસર દાણચોરીનો પર્દાફાશ કરવામાં ડીઆરઆઈ મોખરે રહી છે. હાલમાં અપનાવવામાં આવેલ દાણચોરીના પ્રયાસમાં નવી પદ્દતી અપનાવવામાં આવિભતી જેમાં સોપારીના ટુકડા કરીને તેને ડ્રમમાં ભરવામાં આવ્યા હતા અને કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા કોઈ પણ તપાસ ટાળવા માટે ’બેઝ ઓઈલ’ તરીકે જાહેર કરાયેલ ક્ધસાઈનમેન્ટમાં છુપાવવામાં આવ્યા હતા. આ મામલે ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.