Abtak Media Google News
  • એક દિવસના રિમાન્ડ મંજુર : અદાલતથી સીધો ઘટનાસ્થળે લઇ જઈ મૌલાનાની આકરી પૂછપરછ

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના મુફ્તીને ગુજરાત એટીએસ દ્વારા જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેના 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેમા જુનાગઢ કોર્ટે મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તરફ મૌલાના સામે કચ્છના સામખિયાળીમાં પણ ભડકાઉ ભાષણ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાને જુનાગઢ કોર્ટમાં રજૂ કરી તેના 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેમા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસની ટીમ દ્વારા મૌલાનાને ઘટનાસ્થળે લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ હતી. મૌલાનાએ જે સ્થળે ભાષણ કર્યુ હતુ તે સ્થળે પોલીસ નિરીક્ષણ માટે લઈ ગઈ હતી હતી.મૌલાનાની સાથે બે આયોજકોને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ તપાસમાં સહયોગ ન કરતા હોવાની કોર્ટમાં પોલીસે દલીલ આપી હતી. તેમજ મૌલાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની દલીલ રજૂ કરી હતી. મૌલાનાના ટ્રસ્ટ, પ્રવાસ માટે ફન્ડિંગ ક્યાંથી થયુ તે ગ્રાઉન્ડ પર રિમાન્ડની માગણી કરાઈ હતી. ઉલ્લેખનીય બાબત છે કે, મૌલાના સંચાલિત અલ-અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવતા વર્ષ 2023માં રૂ. 52 લાખ 11 હજાર 674 જમા થયાં હતા. ત્યારે આ નાણાં ક્યાંથી આવ્યા? મૌલાનાના ટ્રસ્ટને કોણ ફન્ડિંગ કરતું’તું? આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો? આ તમામ મુદ્દે તેમજ ગુજરાતમાં ક્યા ક્યા સ્થળોએ આવા ભડકાઉ ભાષણ કર્યા છે તેને લઈને તપાસ બાકી હોવાનુ ગુજરાત એટીએસએ કોર્ટમાં જણાવ્યુ હતુ.

Where Does The Funding Come From In Maulana Mufti'S Trust And Where Is It Used? : A Flurry Of Checks By The Ats
Where does the funding come from in Maulana Mufti’s trust and where is it used? : A flurry of checks by the ATS

આ તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

મૌલાના અઝહરીનું પાકિસ્તાન કનેક્શન : પાકિસ્તાનના ગઝવા-એ-હિન્દ પ્રોજેક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર!!?

તમામ ઘટનાક્રમ વચ્ચે મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની વાતો પણ ચર્ચાઈ રહી છે. સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સૂફી સંત ખાલિદે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ સમાજને વિનંતી કરી છે કે, આ પ્રકારના ભડકાઉ ભાષણ આપતા મૌલવીઓથી ચેતવાની જરૂર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે મૌલાના અઝહરી એ પાકિસ્તાનના ગઝવા-એ-હિન્દ પ્રોજેક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ખરેખર મૌલાના પાકિસ્તાન જેવા દેશમાં કોઈના સંપર્કમાં હતો ? મૌલાના દ્વારા સંચાલિત કુલ ત્રણ ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની એટીએસ દ્વારા તપાસ થઈ રહી છે. જામિયા રિયાઝૂલ જનનાહ, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, અને દારૂલ અમન સંસ્થાનો મૌલાના અઝહરી ટ્રસ્ટી છે ત્યારે આ સંસ્થાઓમાં ફંડિગ ક્યાંથી આવતુ હતું ? તે અંગે તપાસ તેજ કરાઈ છે.

જૂનાગઢમાં રિમાન્ડ પૂર્ણ થયે કચ્છ-પૂર્વ પોલીસ તાત્કાલિક મૌલાનાની કસ્ટડી મેળવી લેશે : જિલ્લા પોલીસ વડા સાગર બાગમારનું નિવેદન

Where Does The Funding Come From In Maulana Mufti'S Trust And Where Is It Used? : A Flurry Of Checks By The Ats
Where does the funding come from in Maulana Mufti’s trust and where is it used? : A flurry of checks by the ATS

મૌલાના સલમાન મુફ્તી વિરુદ્ધ કચ્છના સામખિયાળી ખાતે પણ ભડકાઉ ભાષણ આપવા મામલે વધુ એક ગુન્હો નોંધાયો છે. આ મામલે મૌલાના સહીત કુલ બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે આ મામલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૌલાના મુફ્તી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ તેમજ કાર્યક્રમનું આયોજન કરનાર મામદખાન એચ. મોર વિરુદ્ધ આઈપીસીની કલમ 153-બી, 505(2) સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ મામલે હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે તેવું પણ પોલીસવડાએ જણાવ્યું હતું. ઉપરાંત જૂનાગઢમાં પોલીસ રિમાન્ડ પૂર્ણ થયાં બાદ કચ્છ પૂર્વ પોલીસ જૂનાગઢથી મૌલાનાની કસ્ટડી મેળવી કચ્છ લઇ આવશે તેવું પણ સાગર બાગમારે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.