Abtak Media Google News

૩૫ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટીસ જેવા પગલા: ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ.૧,૪૩,૭૫૦ની રકમ વસુલ

રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર બંછાનીધી પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન જોડાણ, ડાયરેકટ પંપીંગ, મોટર દ્વારા પાણી ખેંચતા મોટર જપ્તી, પાણીનો બગાડ વિગેરેની ચેકીંગ ઝુંબેશ ચલાવવા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા રાજકોટ શહેરના ત્રણેય ઝોન ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં રાજકોટ મહાનગરપાલીકાની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ઝુંબેશ દરમ્યાન તા.૧૦ થી તા. ૧.૭ સુધીમાં કુલ ૧૧ ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન પકડવામાં આવેલ હતા. ડાયરેકટ પંપીંગ કરતા ૮૪ કિસ્સા સામે આવેલ હતા. ૩૫ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટીસ જેવા પ ગલા લેવામાં આવેલ હતા. ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ.૧૪૩૭૫૦ની રકમ વસુલ કરવામાં આવેલ હતી. જેમાં પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી અઢીસો અઢીસો રૂપીયા લેખે વસુલ કરવામાં આવેલાકુલ રૂ. ૧૨૭૫૦નો પણ સમાવેશ થાય છે.

ચેકીંગ દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાંથી ૧૧ ભૂતિયા નળ કનેકશન જોડાણ ૨૬ ડાયરેકટ પંપીંગના કિસ્સા પકડાયેલ હતા. અને ૦૭ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ પાણી બગાડ માટે રૂ. ૮૭૫૦ નો દંહ અને અન્ય દંડ પેટે રૂ. ૬૬૦૦૦ આમ કુલ રૂ. ૭૪૭૫૦નો દંડ વસુલવામાં આવેલ હતો.

જયારે વેસ્ટ ઝોનમાંથી ૨ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૫૬ ડાયરેકટ પંપીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૨૪ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ પાણી બગાડ માટે રૂ. ૧૭૫૦નો દંડ અને અન્ય રૂ. ૫૪૦૦૦ દંડ આમ કુલ રૂ. ૫૫૭૫૦નો દંડ વસુલવામાં આવેલ હતો.

તેમજ ઈસ્ટ ઝોનમાંથી ૧ ભૂતિયા નળ કનેકશન જોડાણ ૩૦ ડાયરેકટ પંપીંગના કિસ્સા પકડાયેલ હતા. અને ૧૩ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. દરમ્યાન પાણી બગાડ માટે રૂ ૪૫૦૦નો દંડ અને અન્ય રૂ. ૪૪૦૦૦ દંડ આમ, કુલ રૂ. ૪૮૫૦૦નો દંડ વસુલવામાં આવેલ હતો.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.