• યાર્ડ બહાર સાત કીમી લાંબી વાહનોની કતારો

Gondal News

ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશના વેપારીઓ ગોંડલનું મરચું ખરીદવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવે છે.  માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ચાલુ કરવામાં આવી હોય

85,000 bharis Hobesh income of chillies in Gondal marketing yard
85,000 bharis Hobesh income of chillies in Gondal marketing yard

85 હજાર ભારી ની આવક જોવા મળી હતી યાર્ડ ની બન્ને બાજુ 1700 જેટલા વાહનો ની 7 કિલોમીટર સુધી ની લાંબી લાઈન હતી.યાર્ડ માં મરચા ઉતારવાની જગ્યા ના હોય આવક બંધ કરાઇ હતી.

85,000 bharis Hobesh income of chillies in Gondal marketing yard
85,000 bharis Hobesh income of chillies in Gondal marketing yard

યાર્ડની બંને બાજુ સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી રજીસ્ટ્રેશન વગર વાહનોને આવક શરૂ કરાઈ હતી. જેમાં મરચા ની હરરાજી માં 20 કિલો ના મરચાના ભાવ 1000 /- થી 3351 /- સુધીના બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવાકે રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને  ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે.  ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરૂણભાઈ પાંચાણી એ જણાવ્યું કે ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.