• શ્રી રામના દર્શન બાદ હવે શ્રીકૃષ્ણની નગરીના વધામણા
  • સતાવાર કાર્યક્રમ, પ્રાથમિક મિટિંગો અને ભાજપની તૈયારીઓ થઈ શરૂ

બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ માટે તારીખ 22 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને દ્વારકા યાત્રાધામમાં વહીવટી તંત્રએ તળાવમાં તૈયારીઓ શરૂ કરી છે દ્વારકાના રબારી ગેટથી લઈને ઇસ્કોન ગેટ સુધીના નેશનલ હાઈવે રસ્તા ને નવો બનાવવામાં આવ્યો છે શહેરમાં આવેલા સીસી કેમેરા ટૂંક સમયમાં ફરીથી જ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પણ ડબ્બે પૂર્વમાં આવશે આ ઉપરાંત મંદિરે આસપાસની ગીચતા દૂર કરવા સફાઈ ઝુંબેશ પણ શરૂ કરવાનું ચાલી રહ્યું છે જોકે હજી સુધી વહીવટી તંત્ર એ કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી

પરંતુ અંદરખાને થી પ્રાથમિક મીટીંગો અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જાણકારી મુજબ વડાપ્રધાન શ્રી ની દ્વારકા ખાતે જાહેરસભા યોજાઈ તેવા પણ સંકેતો મળી રહ્યા છે દ્વારકાધીશ મંદિરના પણ દ્વારકામાં દર્શન કરી બ્રીજના લોકાર્પણ સાથે અંતિમ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થનાર હોવાનું વર્તુળ જણાવ્યું છે વડાપ્રધાન મોદી વર્ષ 2017 માં દ્વારકા આવ્યા હતા અને દ્વારકા થી સિગ્નેચર બ્રિજનું વર્ચ્યુઅલ ખાતમુરત કર્યું હતું . વડાપ્રધાન શ્રી ના વિચારો મુજબ તો જ્યાં પણ ખાતમુરત કરે છે તેમના ઉદ્ઘાટન પણ તેમના હસ્તે થાય છે તેવી જ રીતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ પણ તેમના હસ્તે થવા જઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ ની વસ્તી ધરાવતા બેટ દ્વારકામાં બ્રિજ ના કારણે રસ્તા પાણી લાઈટ આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ મજબૂતાઈથી જોવા મળશે હજારો વર્ષોના ઇતિહાસ બાદ બેટ દ્વારકા ટાપુને જમીન માર્ગે જોડવાના મોદીના આ સ્વપ્નથી સમગ્ર દેશ દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન બેટ દ્વારકાની ઐતિહાસિક નોંધ પણ લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.