કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 9.79 લાખ જગ્યાઓ ખાલી

કેન્દ્રના વિવિધ વિભાગોમાં નિવૃત્તિ, બદલી અને બઢતીને લઈને ખાલી પડેલી જગ્યાઓ ભરવાની બાકી હોવાનો સરકારનો ગુહમાં એકરાર

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં અંદાજે 9.79 લાખ જેટલી જગ્યાઓ 1લી માર્ચ2021 ની સ્થિતિએ ખાલી હોવાનું કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ એ બુધવારે સંસદમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કુલ 9,79,327 જગ્યાઓ ખાલી છે જેમાં વર્ગ એકમા 23,584, વર્ગ 2 માં 1,18,801, વર્ગ-3 માં 8,36,936 કર્મચારીઓની ઘટ છે તેમ લોકસભામાં સરકારે આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે ની પ્રક્રિયા સતત ચાલુ છે.

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વિભાગોમાં ચાલુ ફરજે કર્મચારીઓના મૃત્યુ, બદલી ,બઢતીને  લઈને કરેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાઓ ચાલુ છે અત્યારે તો પોનાદશ લાખ  જેટલા કર્મચારીઓ ની ઘટ સાથે કેન્દ્ર સરકારના અલગ અલગ  મંત્રાલયો ના વિભાગો ચલાવવામાં આવે છે જેની અસર વહીવટી રીતે પડતી હોવાનું પણ સરકારે કબૂલ્યું હતું.