Abtak Media Google News
ફોફળ , ફોફળ-2, ભાદર – 2, ઊંડ -3 , ઉંડ -4 ઓવરફ્લો : ન્યારી-2, મોતિસર, આજી -2, છાપરવાડી -2, પન્ના, ગઢકી, શેઢા ભાઢથરી સહિતના ડેમો 70 ટકાથી વધુ ભરાયા

સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજીમાં સવા ફૂટ અને ન્યારિમાં પોણા ફૂટની આવક નોંધાઇ છે. જ્યારે ફોફળ , ફોફળ-2, ભાદર – 2, ઊંડ -3, ઉંડ -4  ઓવરફ્લો થયા છે. ન્યારી-2, મોતિસર, આજી -2, છાપરવાડી -2, પન્ના, ગઢકી, શેઢા ભાઢથરી સહિતના ડેમો 70ટકાથી વધુ ભરાયા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેને કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. રાજકોટ હેઠળના ભાદર ડેમ 27 ટકા, મોજ ડેમ 36 ટકા, ફોફળ ડેમ 100 ટકા, વેણુ -2 ડેમ 44.80 ટકા, આજી – 2 ડેમ 73 ટકા, આજી 3 ડેમ 64 ટકા, ન્યારી 2 ડેમ 70 ટકા, મોતીસર ડેમ 71 ટકા, ખોડાપીપરમાં 66 ટકા, છાપરવાડી 1માં 61 ટકા, છાપરવાડી 2માં 72 ટકા અને ભાદર 2 ડેમ 88 ટકા ભરાયો છે. બીજી તરફ જામનગર હેઠળના ડેમોમાં ફોફળ -2 ડેમ અને ઉંડ -3 તથા ઉન્ડ -4 ડેમ ઓવફ્લો થયા છે. દ્વારકા જિલ્લામાં ઘી ડેમ 65 ટકા, ગઢકી ડેમ 80 ટકા, શેઢા ભાડથરી ડેમ 79 ટકા ભરાયો છે.

  • મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ નવા નીરની આવક
  • જિલ્લાના દસે દસ જળાશયોમાં નવા નિરની ઘીગી આવક

Untitled 1 134

મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જિલ્લાના દસે દસ જળાશયોમાં નવા નિરની ઘીગી આવક થઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ નવા નીરની આવક થઈ છે.મોરબી જિલ્લાના દસ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલું નવું પાણી આવ્યું તે અંગે જિલ્લા સિંચાઈ વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ મચ્છુ-1 ડેમમાં 0.52 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ, ડેમી-1 ડેમમાં 1.31 ફૂટ, ઘોડાધ્રોઈ ડેમમાં 1.64 ફૂટ, ડેમી-2 ડેમમાં 1.64 ફૂટ, બગાવડી ડેમમાં 2.95 ફૂટ, બ્રાહ્મણી-1 ડેમમાં 8.69 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.49 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 8.46 ફૂટ, ડેમી-3 ડેમમાં 0.98 ફૂટ નવું પાણી આવ્યું છે. જ્યારે મોરબી જિલ્લાના દસ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો મચ્છુ -1 ડેમમાં 61મિમી, મચ્છુ-2 ડેમમાં 23 મિમી, ડેમી-1 ડેમ ઉપર 60 મિમી, ડેમી-2 ડેમ ઉપર 30 મિમી, ઘોડાધ્રોઈ ડેમ ઉપર 16 મિમી, બંગાવડી ડેમ ઉપર 65 મિમી, બ્રાહ્મણી-1 ડેમ ઉપર 47 મિમી,  બ્રાહ્મણી-2 ડેમ ઉપર 35, મચ્છુ-3 ડેમ ઉપર 18 મિમી, ડેમી-3 ડેમ ઉપર 65 મિમી વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો કે આજે સવારથી મોરબીમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. અને મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે ત્યારે આજે સવારે 8થી 10 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ  મોરબીમાં 15 મિમી, ટંકારામાં  4 મિમી, માળીયામાં 2 મિમી વરસાદ પડ્યો છે જ્યારે હળવદ અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો નથી.

  • લાલપરી ડેમ છલકાવાની તૈયારીમાં

Screenshot 1 13

રાજકોટ તાલુકાના  નવાગામ પાસે આવેલા લાલપરી  ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમ સો ટકા ભરાઈ જવામાં છે અને ગમે ત્યારે છલકાવાની તૈયારીમા હોય ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા નવાગામ અને બેડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

  • આજી-3 ડેમના 3 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા

271121 Aji Dam Water

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી – 3     ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.  ડેમના  3 દરવાજા 3 ફૂટ  ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ખજુરડી, થોરીયાળી અને ખીજડીયા મોટા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

  • રાજ્યના 13 ડેમ હાઈ એલર્ટ ઉપર

ગુજરાતના 13 ડેમ હાઇ એલર્ટ પર હોવાનું તંત્રે જાહેર કર્યું છે. જેમાં 11 ડેમો 100%, 18 ડેમ 70% સુધી ભરાયા છે અને 207 ડેમોમાં અત્યાર સુધી 45% પાણી આવ્યું છે. રાજ્યમાં 207 ડેમમાં 40.24% પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.37% પાણી છે. 11 ડેમ 100%થી વધુ ભરાયા છે જ્યારે 18 ડેમમાં 70થી 100 ટકા પાણી છે.

  • ન્યારી-ર ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા

Screenshot 2 7

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી-ર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.  ડેમના  4 દરવાજા 2 (બે)  ફૂટ    ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

  • આજી-2 ડેમના 6 દરવાજા 5 ફૂટ ખોલાયા

Screenshot 3 8

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી – 2  ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.  ડેમના 6    દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા  અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા જુના નારણકા રાજકોટ તાલુકાના કોઠારીયા ( ટં) ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

  • ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમનો એક  દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો

66175749447427506070.0

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમ ગમે ત્યારે છલકાવાની શક્યતા હોવાથી ડેમનો એક (01) દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભિમોરા ગાધા, ગંદોળ, હાડફોડી, ઈસરા, કૂંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા અને  ઉપલેટા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.