Abtak Media Google News

રોકડ રકમ ૯૭૦૦૦, ૧૧ નંગ મોબાઈલ, એક મોટર સાયકલ સહિત બે ફોરવ્હીલર ગાડી મળી કુલ રૂ.૧૦.૯૦. લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

હળવદ તાલુકાના માથક ગામની વાડીના મકાનમાં જુગાર રમતા હોવાની હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળતા તીન પતીનો જુગાર રમી રહેલા ૯ શખ્સોને રંગે હાથ ઝડપી પાડી રોકડ રકમ ૯૭૦૦૦, ૧૧ નંગ મોબાઈલ, એક મોટર સાયકલ સહિત બે ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂ.૧૦,૯૦,૦૦૦નો મુદામાલ કબજે કરી જુગારધારા એકટ મુજબ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

હળવદ પોલીસના પી.આઈ. એમ.આર.સોલંકીની સુચનાથી હળવદ પોલીસના વનરાજસિંહ બાબરીયા, હે.કો. વસંતભાઈ વઘેરા, પંકજભાઈ ગઢવી, વિજયદાન ગઢવી, યોગેશદાન ગઢવી, ભાવેશ ડાંગર સહિતના પોલીસકર્મીઓએ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં કાદરભાઈ હુસેનભાઈ કાશમાણી (રહે.મોરબી)વાળાની વાડીના મકાનમાં છાપો મારતા તીન પતિનો જુગાર રમતા દાઉદ કાદર કાશમાણી (રહે. પખાલી શેરી, મોરબી), ઈરફાન ગફાર મોટલાણી (રહે.પખાલી શેરી, મોરબી), ઈમરાન વાલીમામદ કાસમાણી (રહે. પખાલી શેરી, નેહરૂ ગેટ, મોરબી), યુસુફ અહમદભાઈ કચ્છી જાતે મેમણ (રહે.મેમણ કોલોની, મોરબી) કાદર હુસેન કાશમાણી (રહે. પખાલી શેરી, મોરબી), મુસ્તાક આલારખા ભાગપરા (રહે. મદીના સોસા. મોરબી), સુલ્તાનશાહ અબ્દુલશાહ ફકીર (રહે. મદીના મસ્જીદ પાસે, મોરબી), તોફીક રજાક ડોશાણી (રહે. મેમણ કોલોની, મોરબી), કમલેશ ખીમજી પરમાર (મોચી) (રહે. પખાલી શેરી, મોરબી)ને ગંજીપાનો હારજીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ જુગારધામના દરોડામાં રોકડ રકમ ૯૭૦૦૦, ૧૧ નંગ મોબાઈલ, એક મોટર સાયકલ સહિત બે ફોર વ્હીલ કાર મળી કુલ રૂ.૧૦.૯૦ લાખનો મુદામાલ કબજે કરી જુગારધારા એકટ મુજબ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.