૯ વર્ષનો ટબુડીયો ‘રમતા રમતા’ બની ગયો કરોડપતિ!!

લોકો આજે એ યુગમાં જીવી રહ્યા છે જ્યાં તેઓને બે ટંક જમ્યા વગર ચાલશે પરંતુ બે કલાક સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા વગર ચાલશે નહિ.સોશિયલ મીડિયા મનોરંજન મેળવવાનું અને પૈસા કમાવવા માટેનું સાધન બની ગયું છે.સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કમાણી કરવાની વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી તેથી નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ પણ આ પ્લેફોર્મ પર પૈસા કમાઈ શકે છે.

યુ ટ્યુબ સોશિયલ મીડિયાનો એક પ્રકાર છે તેના દ્વારા પણ લોકો પૈસા કમાઈ શકે છે. યુ ટ્યુબ પર વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ કમાણી કરનાર નવ વર્ષનો છોકરો છે જે હાલ અમેરિકામાં સ્થિત છે.

રિયાન કાઝી અમેરિકાનાં ટેક્સાસમાં રહે છે.નવ વર્ષનો રેયાન ટોયસ( રમકડાં ) રીવ્યુઅર છે જે પોતાની યુ ટ્યુબ ચેનલ પર બાળકોને ટોયસનાં રીવ્યુ આપે છે. રેયાનને દરેક વીડિયોમાં મિલિયન વ્યું મળે છે.રિયાન કાઝી સતત ત્રીજા વર્ષે પણ સૌથી વધુ કમાણી કરનાર યુ ટ્યુબર બન્યો છે.રેયાને આ વર્ષે ૨૯.૫ મિલિયન ડોલરની કમાણી કરી છે .આ સિવાય વર્લ્ડ બ્રાન્ડેડ ટોય અને કલોથીંગ દ્વારા પણ આ બાળકે ૨૦૦ મિલિયન ડોલરની કમાણી કરી છે.

ટોપ ૬૦ યુ ટ્યુબના વીડિયોમાં રિયાનના વીડિયોને પણ સમાવેશ થાય છે :

કાઝીનો સૌથી લોકપ્રિય વિડિયો હ્યુઝ એગ્સ સરપ્રાઈઝ ટોય ચેલેંજ ૨ બિલિયનથી વધુ લોક દ્વારા જોવામાં આવ્યો છે.આ વીડિયો યુ ટ્યુબનાં ટોપ ૬૦ વીડિયોની લિસ્ટમાં સામેલ છે.

ગયા વર્ષે ૧૯૧ કરોડ રૂપિયા અને ૨૦૧૮ માં ૧૨૫ કરોડ રૂપિયા કમાઈને રિયાન વિશ્વ પહેલા નંબરના યુ ટ્યુબરનાં સ્થાન પર વિરાજમાન છે. ૨૦૧૫ માં તેણે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. તેની ચેનલનું નામ ‘ રિયાન્સ વલ્ડ ( Riyan’ s World )’ છે.તેની ચેનલના ૨.૭ કરોડ સબ્સ્ક્રાઇબર છે . રિયાનની ચેનલના કુલ ૪૩.૯ વ્યુ છે.