Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. મોદીએ કહ્યું, કૃષિ માટે સરકાર બજેટમાં નિશ્ચિત રકમની ફાળવણી કરે છે. 2014 થી 2019 માટે અમે આ ફાળવણીની રકમ બમણી કરી દીધી છે, જે કૃષિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.” મોદીએ એમ પણ કહ્યું કે, બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

આપણા ખેડૂત ભાઈઓએ છેલ્લાં 70 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લાં 48 મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. ખાદ્યાન્ન ઉત્પાદન 280 મિલિયન ટન થયું છે. કઠોળના ઉત્તાદનમાં પણ 10.5 % નો વધારો થયો છે. ‘બ્લૂ રિવોલ્યુશન’ હેઠળ મત્સ્ય ઉછેરમાં 26 ટકાનો વધારો થયો છે, જ્યારે પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં 24%નો વધારો થયો છે.અમારો પ્રયાસ કે ખેડૂતોને ખેતીની સંપૂર્ણ પ્રક્રિયામાં દરેક પ્રકારની મદદ મળે. એટલે કે પાકના તૈયાર થવાની બજારમાં તેના વેચાણ સુધી, બીજથી લઇને બજાર સુધી સરકાર કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે નિર્ણય થઇ રહ્યા છે, યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

ખેડૂતોને સારી ક્વોલિટીના બિયારણ મળે, તે માટેની રકમ માટે તેઓ મૂંઝાય નહીં એ માટે ખેડૂત લોનની રકમ વધારવામાં આવી છે. યુરિયા અને અન્ય ખાતર આજે સરળતાથી મળી રહ્યું છે, કાળા બજારી નથી થઇ રહીં.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ 100 યોજનાઓ પૂરી થઈ છે. દરેક ખેતરને પાણી મળે એ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.