Abtak Media Google News

છેલ્લે સુધી સત્તા ભાજપના હાથમાં આવે તેમ હોવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે પાટલી બદલુ અને ભાદરવાના ભીંડા જેવા યંગ નેતાની વરવી ભૂમિકા: ભાજપના બે બાગીઓ પ્રમુખ-ઉપપ્રમુખ બની ગયા

લોધીકા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા ખુંચવી લેવા ભાજપને ગોઠવેલી ચાલને ભાજપના જ કહેવાતા આગેવાનએ ભૂંડી ભૂમિકા ભજવી ઉધી પાડી નાખતા લોધીકા તાલુકા પંચાયત નહીં ભાજપની, નહીં કોંગ્રેસની પણ શીખંડી જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ હાલત માટે શિખંડીની ભૂમિકા પર ચોતરફ ચર્ચાઓ ઉઠી છે. જો કે ભાજપના મેન્ડેટ વિરુધ્ધ ભાજપના જ સભ્યો બાગી બની પ્રમુખ-ઉપપ્રમુખ પદે બેસી જતા જિલ્લા ભાજપ પ્રમુખે બન્ને બાગીઓને પદભ્રષ્ટ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં વર્ષ ૨૦૧૫માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને ૮, ભાજપને ૬ બેઠક મળી હતી. જયારે બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા અને પ્રથમ અઢી વર્ષ માટે કોંગ્રેસે અપક્ષ સભ્યોના ટેકાથી લોધીકા તાલુકા પંચાયતનું સુકાન સંભાળ્યું હતું.

બીજી તરફ સરકારે પંચાયતોમાં પ્રમુખ પદ માટેની મુદ્દત અઢી વર્ષની કરી નાખતા નવી ચૂંટણી આવી પડતા ભાજપને કોંગ્રેસના સભ્યોને તોડી બહુમતી હાસલ કરી લીધી હતી અને પક્ષે સત્તાવાર રીતે ભરતસિંહ જાડેજાને પ્રમુખ તરીકે અને ઉમેશભાઈ પાંભરને ઉપપ્રમુખ પદે બેસાડવા મેન્ડેટ પણ આપી દીધો હતો.

બીજી તરફ ભાજપ આ ચાલમાં સફળ થવાની અણીએ જ હતો એવા સમયે જ રાજકોટ જિલ્લા ભાજપના કહેવાતા આગેવાન ભાજપને શીકસ્ત આપવા મેદાને પડયા હતા અને અંદરખાને ભાજપના જ અનિરુધ્ધ ડાભી અને ભાવનાબેન કામાણીને ભાજપી દૂર કરી સત્તાની લાલચ આપી ભાજપ વિરુધ્ધ ભરમાવ્યા હતા. જેના પગલે બન્ને ભાજપના સભ્યોએ ભાજપનો વ્હીપ કે ભાજપના મેન્ડેટ આપેલા પ્રમુખને મત ન આપતા લોધીકા તાલુકા પંચાયતમાં ભાજપના સત્તાવાર પ્રમુખપદના ઉમેદવાર ભરતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ ઉમેશ પાંભર હોદ્દા પર આવી શકયા ન હતા.

દરમિયાન ભાજપના મોં સુધી આવેલો કોળીયો છીનવી લીધા બાદ કહેવાતા આ ભાજપના જ આગેવાન

વ્હીપ ફગાવી પ્રમુખ-ઉપપ્રમુખ પદે બેસનાર ભાજપના સભ્યો પદભ્રષ્ટ કરાશે: ડી.કે.સખીયા

લોધીકા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ભાજપના મોં સુધી આવેલ કોળીયો છીનવાઈ જતા આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પક્ષે ભરતસિંહ જાડેજાને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ પાંભરના નામનો મેન્ડેટ આપ્યો હતો પરંતુ ભાજપના બે સભ્યો કે જેઓ ભાજપના ચીન્હ પર ચૂંટણી લડી વિજેતા બન્યા છે તેઓએ પક્ષના આદેશનો અનાદર કરી વ્હીપ ફગાવ્યો છે. જેથી બન્ને વિરુધ્ધ પક્ષાંતર ધારા હેઠળ પગલા ભરવા ઉપરાંત હોદ્દા પરી પદભ્રષ્ટ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પક્ષનો મેન્ડેટ ફગાવી આપખુદીી પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દા લઈ લીધા: ભરતસિંહ જાડેજા

લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ બનતા-બનતા રહી ગયેલા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, પક્ષે મને મેન્ડેટ આપ્યો હોવા છતાં ભાજપના અનિરુધ્ધ ડાભી અને ભાવનાબેન કામાણીએ વ્હીપ સ્વીકાર્યો ન હતો અને મારો મેન્ડેટ હોવા છતાં મેન્ડેટને પણ અવગણી આપખુદશાહીથી હોદ્દા પર બેસવા પક્ષ સાથે દગો કરતા બન્ને હોદ્દેદારો વિરુધ્ધ પાર્ટીમાં રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.