Abtak Media Google News

પ્રથમ હાફમાં બંને ટીમોનું ગોલ રહીત પ્રદર્શન બીજા હાફમાં સ્વીડનની લીડ

સેક્ધડ હાફના શાનદાર પ્રદર્શનથી સ્વીડને એકતિરિનબર્ગ એરિના સ્ટેડિયમમાં બુધવારે ગ્રુપ એકના મેચમાં મેકિસકોને ૩-૦થી કરારી માત આપી વર્લ્ડ કપ અંતિમ ૧૬માં પ્રવેશ મેળવી લીધો છે. સ્વીડને ચોથી વખત નોકઆઉટ સેશનમાં પહોચ્યું છે. સ્વીડન માટે લુડવીન ઓગિસ્ટનસને ૫૦માં કેપ્ટન આદ્રેશ ગ્રાંકવેસ્ટે ૬૨મી મીનીટે ગોલ કર્યો હતો.

Advertisement

Mexico Sweden2તેનો પહેલો ગોલ મેકસીકોએ એડસન અલ્વારેજે ૭૪મી મિનિટે કર્યો હતો. સ્વીડનની ત્રણ મેચોમાં હવે કુલ ૬ અંક થઈ ચૂકયા છે. અને તે પોતાના ગ્રુપમાં ટોચ પર છે. જોકે હાર મેળવ્યા છતા મેકસીકો ૬ અંક મેળવી ચૂકયું છે. જોકે દક્ષિણ કોરિયા સામે ૦-૨થી હારવા છતા ચેમ્પીયન ટીમ જર્મની બહાર થઈ જતા જર્મનીનાં પ્રેક્ષકોમાં મેજર અપસેટ જોવા મળ્યું હતુ. મેચની શરૂઆતી ૧૩ સેક્ધડ બાદ મેકસીકોએ હિર્વિંગ લોજાનોને યેલ્લો કાર્ડ આપી દીધું હતુ જે વર્લ્ડ કપના ઈતિહાસમાં દેવાયેલું સૌથી ઝડપી યેલ્લો કાર્ડ રહ્યું. તો સેબેસ્ટિયન લાર્સનને પણ યેલો કાર્ડ મળ્યું સ્વીડને મુકાબલામાં ૨૯ મીનીટે પેનાલ્ટી મેળવી પરંતુ વીએઆર લીધા બાદ તેને ખદેડી દેવામાં આવ્યા જોકે પહેલા હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી અને બીજા હાફમાં ૫૦મી મીનીટે સ્વીડનને મોટી સફળતા મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.