Abtak Media Google News

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માકડીયા, ખોડલધામના ટ્રસ્ટી હંસરાજ ગજેરા સહિતનાઓ હાજર રહ્યા

ધોરાજી તાલુકાના ભાડેર ગામે નિર્દોષ પટેલ યુવાનની ઘાતકી રીતે હત્યા અને અપહરણના બનાવ બાદ ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રદ્ધાસુમનના કાર્યક્રમમાં ૫ હજારથી વધારે તમામ સમાજના લોકો જોડાયા હતા અને હત્યાને કડક શબ્દોમાં વખોડી કાઢયા હતા અને ૬ દિવસ સુધી હજુ લાશનો સ્વિકાર કરાયો નથી અને હજુ આરોપીઓ પોલીસ પકડથી દુર છે ત્યારે આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ધોરાજી ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ધોરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માકડિયા, ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા, સીદસર ઉમાધામના પ્રમુખ જેરામભાઈ પટેલ, યાર્ડના ચેરમેન રણછોડભાઈ, દુધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, વી.ડી.પટેલ, હરસુખભાઈ વઘાસીયા, મનસુખભાઈ, ભીખાભાઈ જોષી, ધારાસભ્ય જુનાગઢ રાજુભાઈ હિરપરા સહિતનાઓ હાજર રહેલ હતા.

Advertisement

82આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે, આ હત્યા અંગે આગેવાનો અને ગ્રામજનોએ સરકારમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ અને સમાજ સંગઠિત થઈ એક થઈ આવા બનાવોને વખોડી કાઢેલ અને આ તકે મરણ જનારના પરીવારજનોને પણ સાંત્વના આપવામાં આવી હતી. આ તકે પાંચ હજારથી વધારે ભાઈઓ-બહેનો વગેરે હાજર રહેલ અને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. આ તકે ધોરાજી અને ભાડેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.