Abtak Media Google News

મેકઅપ અને હેરસ્ટાઈલ સહિતનું પોતાની રીતે કઈ રીતે તૈયાર કરવું તે અંગે અપાયું માર્ગદર્શન

યાજ્ઞિક રોડ પર આવેલ એટ્રેકશન પાર્લર દ્વારા દર મહિને અલગ-અલગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં ટેલેન્ટ સ્કુલ ખાતે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઈવેન્ટમાં અલગ-અલગ ટોપીક પર ચર્ચા કરવામાં આવે છે. જયારે આ ઈવેન્ટનો મુખ્ય હેતુ પર્સનલ ગ્રુમીંગનો હતો. જેમાં આપણે જાતે જ કોન્ફીડેન્સથી મેકઅપ, હેરસ્ટાઈલ વગેરે કઈ રીતે કરવું અને જાતે તૈયાર કઈ રીતે થવું તેમજ આપણે હેર અને સ્કીનની કેર કઈ રીતે કરવી તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ વાતાવરણ બદલતા દરેક સ્ત્રીઓને સ્કીન અને હેર પ્રત્યે કંઈકને કંઈક પ્રશ્ર્ન હોય છે તો દરેક પ્રશ્ર્નનું નિવારણ આ ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2018 07 10 11H35M19S76

આ ઈવેન્ટમાં ઘણી અલગ-અલગ મોડેલને તૈયાર કરવામાં આવી હતી અને દરેક મોડેલ સ્ટેજ પર વોક કરી ફેશન વિશે માહિતી પુરી પાડી હતી. તેમજ આ ઈવેન્ટમાં ઘણી ગર્લ્સ હાજર રહીને પોતાના પ્રશ્ર્નો કહ્યા હતા અને તેનું નિવારણ સમજયું હતું. એટ્રેકશન પાર્લર વર્ષો જુનુ પાર્લર છે અને તેને હેર કટીંગની સ્પેશ્યાલીટીમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ મળેલ છે. આ ઈવેન્ટ વિશે એટ્રેકશન પાર્લરના ઓનર ભરત ગલોરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે દર મહિને ઈવેન્ટ કરીએ છીએ અને આ ઈવેન્ટની સ્પેશ્યાલીટી પર્સનલ ગ્રુમીંગ છે. જેમાં દરેક જાતે જ પોતાની હેરસ્ટાઈલ અને મેકઅપ કરી શકે અને તેને પાર્લર સુધી ન જવું પડે અને તે ઘરે જ મટીરીયલ બનાવી શકે અલગ-અલગ હેર, સ્કીન, મેકઅપ વગેરે અમે અહીંથી શીખવી છીએ.

દર વર્ષે અલગ-અલગ સંસ્થા અને ગ્રુપ સાથે અમે ઈવેન્ટ કરીએ છીએ. ઈવેન્ટમાં અમે હેરના સ્ટ્રકચર ચેક કરી આપીએ છીએ. ત્યારપછી તેની સ્કીન ચેક કરી આપીએ છીએ. મેકઅપ પણ પ્રેકટીકલી કરાવી આપીએ છીએ. હેરમાં કેમીકલ ટ્રીટમેન્ટ સુટ થશે કે નહી તે જણાવીએ છીએ. જનરલી એવું હોય છે કે લોકોને બ્રાઈડલ લુક જ મગજમાં આવતો હોય છે પરંતુ મેકઅપ તો લાઈટ પણ કરી શકાય અને નાના-મોટા ફંકશન માટે અલગ મેકઅપ પણ કરી શકો. જેમાં તમારા ફીચર્સ બહાર આવે અને મેકઅપ કરવો અને ન કરવો બંનેમાં ઘણો ડિફરન્ટ છે. મેકઅપમાં કયું મટીરીયલ વાપરવું તેની ટ્રેનીંગ આપીએ છીએ. વાતાવરણની સાથે સ્કીન અને હેર ચેન્જ થતા હોય છે તો તે પણ અમે શીખવીએ છીએ અને જાતે કેર કેમ કરવી તેના માટે સેમીનાર એટેઈન કરવો જોઈએ. તેમજ મેકઅપથી સ્ક્રીન કયારેય ખરાબ થતી નથી પરંતુ મેકઅપ સ્કીનને સુટ થાય તેવો હોવો જોઈએ અને મટીરીયલ રોક કરવું જોઈએ. તેમજ ઘણીવાર મેકઅપ રીમુવ કરવાનો પ્રોબ્લેમ બહું જ છે કે મેકઅપ પ્રોપર રીમુવ કરવામાં નથી આવતો તો મેકઅપ પ્રોપર રીમુવ કરવો જોઈએ. તેમજ આજની ઈવેન્ટમાં ગાર્ડી કોલેજ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને ટેલેન્ટ સ્કુલ જેવી સંસ્થાઓને અહીં ઉપસ્થિત છે. તેમજ અમારા કોન્ટેકટ માટે યાજ્ઞિક રોડ પર એટ્રેકશન હેર સલુન અને ૧૪ વર્ષથી ચલાવીએ છીએ અને અમારી પાસેથી અત્યારસુધીમાં ૭૦૦ સ્ટુડેન્ટ શીખી ચુકયા છે અને અમારા ૪૦ સ્ટુડેન્ટ ફોરેનમાં પોતાનું સલુન ચલાવે છે તેમજ અમે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ ૫૨ કલાક હેરકટમાં કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.