Abtak Media Google News

૧ ડોલરના એક લાખ બાર હજાર રિયાલ

શા માટે ડોલર વિશ્વ ઉપર રાજ કરે છે?

અમેરિકન ડોલરની દાદાગીરી માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દેશોના ચલણ પર ગંભીર અસર પહોંચાડી રહી છે. શિયા બહુમતીવાળા ઈરાનને એકલુ-અટુલુ કરવાની સાથે જ તેની અર્થવ્યવસને ફટકો મારવા માટે અમેરિકા દ્વારા કડક પ્રતિબંધો લગાવાયા છે. જેની અસર પણ દેખાઈ રહી છે. ડોલરની સરખામણીએ ઈરાનના ચલણ રીયાલની કિંમત શનિવારે ૧,૧૨,૦૦૦ જેટલી થઈ ગઈ હતી. જાન્યુઆરી મહિનામાં ડોલર સામે રિયાલ ૩૫૧૮૬ હતું. જો કે ત્યારબાદ બન્ને દેશોના સબંધો વણસતા જગત જમાદારે દાદાગીરી શરૂ કરી છે.

ડોલરની સરખામણીમાં રિયાલની વેલ્યુમાં થયેલો ઘટાડો છેલ્લા ચાર મહિનામાં નોંધાયો છે. ઈરાનની સરકારે એપ્રીલમાં તેનો સત્તાવાર દર ૪૨૦૦૦ નિર્ધારીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બ્લેક માર્કેટીંગ કરનાર પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. પરંતુ તેનો કોઈ અર્થ સર્યો નથી. અર્થ વ્યવસ્થામાં પડેલા ગાબડાના કારણે ઈરાનની સરકાર ચિંતીત છે.

દશકાઓથી અમેરિકન ડોલર વિશ્વના ઘણા દેશોના ચલણ પર દાદાગીરી કરે છે. ચલણના આધારે અમેરિકા એક રીતે અનેક અર્થવ્યવસનું શોષણ કરે છે. ડોલર સામે વિકાસશીલ દેશોનું ચલણ નબળુ પડે તો તેની સીધી અસર નેગેટીવ હોય છે. ડોલર વિશ્ર્વમાં વ્યાપાર વીનીમય માટે સૌથી મોટુ અનામત ચલણ કહેવાય છે. ઘણા દેશો પોતાના પ્રાથમિક અવા ગૌણ ચલણ તરીકે ડોલરનો ઉપયોગ કરે છે. જો કે, ડોલરની સીધી અસરના કારણે અર્થ વ્યવસ્થા પર માઠી અસર પણ ઠથાય છે. ભારત સહિતના ઘણા દેશોને પેટ્રો પેદાશ આયાત કરવી પડી છે જેનું ચૂકવણુ ડોલરમાં કરવું પડે છે. હાલ ભારતમાં આયાત વધુ અને નિકાસ ઓછી છે. તેલના ભાવ ડોલર અને કોઈપણ દેશના ચલણ વચ્ચે ખૂબ જ મહત્વની બાબત છે. ડોલર અને અન્ય દેશના ચલણની કિંમત પેટ્રોલ અને સોનાના ભાવ આધારીત હોવાનું પણ માનવામાં આવે છે. ત્યારે ઈરાનના રીયાલનો કચ્ચરઘાણ વાળવા પાછળ અમેરિકાએ તેને દબાવવાના પ્રયત્ન કર્યો હોવાનું ફલીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.