Abtak Media Google News

શેત્રુંજય નદીના કાંઠે વસેલું અને ગિરીમાળાની પર્વતમાળામાં બિરાજતા ભગવાન આદિશ્વરદાદા સહિત તિર્થકરએ જયાં તપ કર્યું એવી પવિત્ર ભૂમિમાં વસેલું ગોહિલવાડનું પાલિતાણાની પ્રાચિન અને ઐતિહાસિક શહેર તરીકે ગણના થાય છે.

Advertisement

મહારાજા સાહેબ માનસિંહજી ગોહિલ ઓફ પાલિતાણાએ ૧૯૦૭માં મહેલ સ્થાપેલ. બાદ તેમના કુંવર બહાદુરસિંહજી ઓફ પાલિતાણાએ ૧૯૪૧માં મહેલની બાજુમાંન થયુ પેલેસ સ્થાપેલ. આ પેલેસ હવા મહેલ તરીકે ઓળખાય છે. પેલેસ ૨૫ એકર જમીનમાં પથરાયેલો છે. પાલિતાણાના રાજવી શિવેન્દ્રસિંહજી ગોહિલના અવસાન બાદ ‘હવા મહેલ’ રાજકોટના રાજવી યુવરાજ સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ૨૦૧૨માં ખરીદ કરવામાં આવ્યો હતો.

માંધાતાસિંહજી જાડેજાના કુંવર રામરાજા ઉર્ફે જયદિપસિંહજી જાડેજાએ વિદેશમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજવી પરિવારની હેરીટેઝ મિલ્ક્તોની રામરાજા ઉર્ફે જયદિપસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ જાળવણી કરવામાં આવી રહી છે.

પાલીતાણા ખાતે આવેલા હવા મહેલ પેલેસમાં જયદીપસિંહજીના માર્ગદર્શન હેઠળ હિન્દી ફિલ્મ RAW   આ  જેના ડાયરેકટર: રોબી ગ્રેવલ, ફિલ્મના હીરો જોહન અબ્રાહમનું શુટીંગ ચાલી રહ્યું છે.

રાજસ્થાનમાં આવેલા ઐતિહાસીક મહેલોની માફક સૌરાષ્ટ્રનાં ગોંડલ અને વાંકાનેરમાં અનેક હિન્દી તથા ગુજરાતી ફિલ્મનાં શુટીંગ થયા બાદ હવે પાલીતાણાના હવા મહેલમાં હિન્દી ફિલ્મ RAWનું શુટીંગ થયું છે.

રાજકોટના રાજવીના પાલિતાણા ખાતેના હવા મહેલ પેલેસ ખાતે હિન્દી ફિલ્મ ‘રો’નું ગઈકાલે શુટીંગ થયું હતુ. જે ફિલ્મના અભિનેતા જહોન અબ્રાહ્મ અને જેકીશ્રોફ સહિતના દિગ્જ્જ અભિનેતા દ્વારા ફિલ્મના કેટલાક અંશનું શુટીંગ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજકોટના રાજવી પરિવારના જયદીપસિંહજી જાડેજા (રામરાજા) અને ટીકારાણી સાહેબા ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મના મુખ્ય હિરો જહોન અબ્રાહમ અને જેકીશ્રોફ સાથે જયદીપસિંહજી અને ટીકારાણી સાહેબા પ્રસ્તુત તસ્વીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.