Abtak Media Google News

નવા ડીઆરએમ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મઘ્યપ્રદેશમાં મહત્વની પોસ્ટ પર કામગીરીનો અનુભવ ધરાવે છે: તેઓએ રેલ્વે સ્ટ્રેટેઝીક મેનેજમેન્ટની ટ્રેનિંગ ચાઇના અને ફ્રાન્ચમાં મેળવી

રાજકોટ પશ્ર્ચિમ રેલ્વે ડીવીઝનમાં નવા ડીઆરએમ તરીકે પી.બી. નીનાન્વે ર્ચાજ સંભાળ્યો છે. તેઓ શ્રીમતિ અનુરાધા મુખેડકરના અનુગામી બન્યા છે. પી.બી. નીનાન્વે ૧૯૮૬ની બેંચના ઇન્ડીયન રેલ્વે સ્ટોર્સ સર્વીસીસના સીનીયર અધિકારી છે. તેઓ સ્ટોર્સ અને જનરલ એડમીનીસ્ટ્રેટર્સનો બહોળો અનુભવ ધરાવે છે.

રાજકોટ ડીઆરએમ તરીકેની નિમણુંક પહેલા સેન્ટ્રલ રેલ્વે ખાતે ચીફ મટીરીયલ મેનેજર તરીકેની પોસ્ટ તરીકે કાર્યરત હતાં. તે પૂર્વે પી.બી. નીનાન્વે ચાર રાજયમાં કરવાનો અનુભવ પણ ધરાવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આધ્રપ્રદેશ અને મઘ્યપ્રદેશના વિવિધ રાજયમાં તેમણે મહત્વની પોસ્ટ ઉપર વિકાસ કાર્યો કર્યા છે. જેમ કે ડેપ્યુટી ચીફ મટીરીયલ મેનેજર તરીકે સેન્ટ્રલ રેલ્વે અને સાઉથ વેસ્ટર્ન રેલ્વે અને સીનીયર ઇલેકટ્રોનીક ડેટા પ્રોસેસીંગ મેનેજર તરીકે સેન્ટ્રલ રેલ્વેમાં ફરજ બજાવી છે. ઉપરાંત તેમણે નંન્ડેડ ડીવીઝનમાં એડીઆરએમની પોસ્ટ તરીકે પણ કાર્ય કરેલ છે.

રેલ્વે તરફથી ઇન્ટરનેકશનલ રેલ્વે સ્ટ્રેટેઝીક મેનેજમેન્ટની ટ્રેનીંગ તેઓએ ચાઇના અને ફ્રાન્ચમાં મેળવેલી છે. ઉપરાંત તેઓએ સ્કાઉટ અને સેન્ટેનરી ઉજવણીમાં શ્રીલંકા ખાતે પણ ભાગ લીધો હતો.

તેમજ રેલ્વે ડીવીઝનના નવા ડીઆરએમ પી.બી.નીનાન્વે આવતાં રેલ્વેના વિકાસ કાર્યમાં મહત્વનો હાથ અજભાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.