ગ્રાન્ડ ઠાકર પેલેસમાં ત્રણ દિવસ સુધી એકસ્પો ચાલશે: દરરોજ લકકી ડ્રો, દરેક મુલાકાતીઓને અપાશે આકર્ષક ગિફટ

૪૦ જેટલા સ્ટોલમાં ટુર પેકેજ અને પ્રવાસ માટેના સ્થળોનું વિશેષ માર્ગદર્શન અપાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ગ્રાન્ડ ઠાકર પેલેસમાં આવતીકાલથી ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકઝીબીશન (ટીટીએચ એકસ્પો) શ‚ થવા જઈ રહ્યો છે. ત્રણ દિવસનો આ અકેઝીબીશનમાં દરરોજ લકકી ડ્રો થશે તેમજ દરેક મુલાકાતીઓને આકર્ષક ગીફટ આપવામાં આવશે. એકસ્પોમાં ૪૦ જેટલા સ્ટોલ હશે ઉપરાંત ટુર ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટુર પેકેજ અને પ્રવાસ માટેના સ્થળોનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

એકસ્પો અંગે વિસ્તૃત વિગત આપવા એકસ્પો ડીરેકટર કમલભાઈ શાહ, કલ્પેશભાઈ સાવલીયા, કેયુરભાઈ ગોંડલીયા અને અભિનવભાઈ પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટમાં જયુબેલી ગાર્ડન સામે આવેલા ગ્રાન્ટ ઠાકર પેલેસમાં આવતી કાલથી ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકઝીબીશનનો પ્રારંભ થશે. આ એકસ્પો ત્રણ દિવસ સુધી ચાલશે એકસ્પોનું આયોજન લક્ષ્મી ઓર્ગેનાઈઝર દ્વારા કરવામાં આવ્યું છે. ટીટીએચ એકસ્પોના ડીરેકટર કમલ શાહે જણાવ્યું કે આવતીકાલથી રાજકોટમાં ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકઝીબીશન શરૂ થશે. ઉપરાંત ચાલુ વર્ષે વડોદરા સુરત, અમદાવાદ અને નૈરોબી (કેન્યા)માં પણ આપ્રકારનાં એકસ્પો યોજાશે.

વધુમાં તેઓએ ઉમોર્યું કે લોકોને નવા ડેસ્ટીનેશનની અને કંપનીઓની જાણકારી મળતી થાય, ટુરીઝમ ક્ષેત્રની આવક વધે તે હેતુથી એકસ્પોનું છેલ્લા ૪ વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ એકઝીબીશનમાં કુલ ૪૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. એકઝીબીશન દરમિયાન એજન્ટો ટુર પેકેજ અંગેની વિસ્તૃત વિગત તેમજ પ્રવાસનાં સ્થળોની માહિતી આપશે આ એકસ્પોમાં દરરોજ લકકી ડ્રો રાખવામાં આવ્યો છે. ઉપરાંત મુલાકાતીને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.

ટ્રાવેલ એજન્ટસ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્રનાં પ્રમુખ કલ્પેશભાઈ સાવલીયાએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૬માં ટીટીએચ એકસ્પોનું રાજકોટ ખાતે આયોજન થયું હતુ ત્યારે એજન્ટો અને લોકોનાં પ્રતિસાદથી પ્રભાવિત થઈ ને ફરી બીજી વખત ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકસ્પોનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા ટ્રાવેલ્સ એજન્ટસ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્રની રચના કરવામાં આવી છે.

જેમાં ૧૨૫ જેટલા એજન્ટ મિત્રો જોડાઈ ગયા છે. કોઈ પણ વ્યકિત સાથે જો ટુર પેકેજ સંદર્ભે એજન્ટ દ્વારા છેતરપીંડી થઈ હોય તો તેની ફરિયાદ અમને કરવાનો અનુરોધ કરીએ છીએ. આ પ્રકારની ફરિયાદ મળ્યા બાદ અમે ભોગ બનનારને ન્યાય મળે તેવા પૂરતા પ્રયાસો કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.