કાઠી શખ્સ સાથે માથાકૂટ થઇ હોવાથી તમંચો ખરીદ કર્યાની કબૂલાત

શહેરના ઘાચીવાડ વિસ્તારના શખ્સને એસઓજી સ્ટાફે દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને કાઠી શખ્સ સાથે માથાકૂટ થઇ હોવાથી સ્વબચાવ માટે તમંચો ખરીદ કર્યાની કબૂલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘાચીવાડમાં રહેતા અને ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આફતાબ કાદર ગાલબ નામના શખ્સ પાસે દેશી બનાવટનો તમંચો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, જીતુભા ઝાલા, અનિલસિંહ ગોહિલ અને ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથી રૂ.૫ હજારની કિંમતના દેશી બનાવટના તમંચો અને રૂ.૨૦૦ની કિંમતના બે જીવતા કારતુસ સાથે ધરપકડ કરી છે. આફતાબ ગાલબની પૂછપરછ દરમિયાન તેને મયુર કાઠી સાથે માથાકૂટ થઇ હોવાથી તમંચો ખરીદ કર્યાની કબૂલાત આપી છે. તમંચો કયાંથી લાવ્યો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.