Abtak Media Google News

૩ કરોડના ખર્ચે બનેલા ગ્રાઉન્ડની અવદશા: જીમ્નાસ્ટીક સંકુલમાં બાવા બાજી ગયા

Advertisement

12 5

રાજય સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’ના સુત્ર હેઠળ રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં રમતવીરો તૈયાર કરવા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સમયાંતરે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં સ્પોર્ટસ કોમ્પલેકસના વિકાસ માટે કરોડો ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં જે તે સમયે‚ રૂ. ૩ કરોડના ખર્ચે બનાવાયેલ બેડમિન્ટનનું ગ્રાઉન્ડ અત્યારે કબુતરનો કુડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ઈન્ડોર સ્ટેડિયમમાં જીમ્નાસ્ટીકના સાધનો પણ વર્ષોથી સડી રહ્યાં છે જેમાં ૧.૫૦ લાખનું ટ્રેડનું ૪૦ થી ૫૦ જેટલી‚ રૂ. ૩ લાખની કિંમતની જીમ્નાસ્ટીક મેટ, ૭૦ થી વધુ દોઢ કરોડના જમ્પીંગ પાટીયા, જુડો મેટ ૬ લાખના ખર્ચની, ડબલ બાર ૨ લાખની કિંમતના ધુળ ખાઈ રહ્યાં છે. આ ઉપરાંત બેડમિન્ટનના સિન્થેટીંક કોર્ટમાં પણ ગાબડા પડી રહ્યાં છે અને કબુતરોનો જાણે કુડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.

યુનિવર્સિટીના એન્લેટીંગ,13 3ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, સ્વીમીંગ પુલ સહિતની રમતો માટે મોટી ગ્રાન્ટ મળે છે છતાં છેલ્લા ચાર વર્ષી કોચની જગ્યા ખાલી હોય હાલમાં તાત્કાલીક કોચ નિમાય જેથી વિવિધ સ્પોર્ટસના ગ્રાઉન્ડનું મેન્ટેનન્સ પણ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.