Abtak Media Google News

કાન્હા વિચાર મંચ આયોજીત શોભાયાત્રા આહિર સમાજ ભવનથી ત્રણ કી.મી.ના રૂટ પર ફરી દ્વારકાધીશ મંદીર પરિસરમાં પૂર્ણ થશે: આહીર અને યાદવ સમાજનાં અગ્રણીઓ આપશે હાજરી

ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આગામી જન્માષ્ટમીના દિવસે કાન્હા વિચાર મંચ આયોજીત ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાન્હા વિચાર મંચના રાજય કક્ષા અને સૌરાષ્ટ્રના છપ્પન યુવાનો ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના દિને બપોરે નીકળનારી શોભાયાત્રાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ દેશના યાદવ સમાજના રાષ્ટ્રીય નેતાગણ પણ આ શોભાયાત્રામાં સામેલ થશે.Dwarka News 28.08જન્માષ્ટમીના રોજ સાંજે ૪ કલાકે જામનગર હાઇવે પર આવેલ આહીર સમાજ ભવનથી જામનગર ઇસ્કોન મંદીરના કલાત્મ રથને સુશોભિત કરી જેમાં કચ્છના આદિપુરથી નિર્મિત ભગવાન શ્રી કૃષ્ણની ચાર ફુટની દૈદિપ્યમાન મૂર્તિને વિવિધ વસ્ત્રાલંકાર આભુષણોથી સુશોભિત કરી ભવ્ય શોભાયાત્રા નીકળશે.

આશરે ત્રણ કી.મી જેટલી લાંબી આ શોભાયાત્રામાં યુ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી અનિલેશ યાદવ, ભારત સરકારના ગૃહ રાજયમંત્રી હંસરાજ આહિર, ભારત સરકારના નીતી આયોગના મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી ચંદન યાદવ, રાજયસભાના સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર તથા હાલારના સાંસદ પુનમબેન માડમ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. પ્રસ્થ્થાન સમયે દ્વારકાની ૧૫૧ કુમારિકાઓ શોભાયાત્રાનું સ્વાગત કરશે. શોભાયાત્રા આહિર સમાજ ભવનથી સનાતન સેવા મંડળ, ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ, ભદ્રકાલી ચોક, હોમગાર્ડ ચોક, ત્રણબતી ચોક, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પરિસરમાં પૂર્ણ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.