Abtak Media Google News

ક્રૂડનો પર્યાય બનશે બાયોડીઝલ

બીનઉપયોગી રાંધણતેલને બાયોડીઝલમાં રૂપાંતરીત કરી વાહનોને દોડાવવાનો સરકારનો માસ્ટર પ્લાન લોન્ચ

હરિયાળી ક્રાંતિ અને શ્ર્વેત ક્રાંતિ બાદ હવે, ઈકો-ક્રાંતિ આણવા સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. સરકાર એક એવો પ્લાન લઈને આવી છે કે જેની મદદથી વધેલા રાંધણ તેલથી બાયોડીઝલ બનશે અને તેનાથી જ વાહનો દોડશે. જી,હા, હવે આગામી સમયમાં ફુડનો પર્યાય બાયોડીઝલ બની રહેશે અને ૨૫ ટકાથી ઉપરના દાઝયા તેલ ઈંધણ બચતમાં કામ આવશે.

તાજેતરમાં કેન્દ્ર સરકારના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા એફએસએસએઆઈએ રિપરપસ્ડ યુઝડ કુકીંગ ઓઈલ-આરયુસીઓ પહેલનો પ્રારંભ કર્યો છે. જેનાથી રસોઈમાં વપરાતા તેલને બાયોડીઝલમાં રૂપાંતરીત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ઈંધણ બચત અનિવાર્ય બની છે અને ઈંધણ વપરાશના લીધે ફેલાતા પ્રદુષણને રોકવું પણ એટલું જ જરૂરી બન્યું છે. આ સમસ્યાને હલ કરવા સરકારે આરયુસીઓ લોન્ચ કરી છે.

જણાવી દઈએ કે, તમામ હોટેલ અને રેસ્ટોરન્ટોમાં ખાદ્યતેલના એકવાર ઉપયોગ પછી તે ફરી વખત ઉપયોગમાં લેવાતુ નથી. આ તેલ દાઝી જવાથી તે નકામું બની જાય છે પરંતુ આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા સરકારે માસ્ટર પ્લાન લોન્ચ કર્યો છે.

જે અંતર્ગત ગુજરાતમાં બે લાખ કરતા પણ વધુ ફુડ વેચાણકર્તાઓ પાસેથી ૧ કરોડ લીટર કુકીંગ ઓઈલ એકઠું કરવાનો બાયોડીઝલ એસોસીએશન ઓફ ઈન્ડિયાએ લક્ષ્યાંક સેવ્યો છે અને આ માટે રીપરપસ યુઝેડ કુકીંગ ઓઈલ નામની એક એપ્ટીકેશન અમદાવાદમાં લોન્ચ કરાઈ છે.

ફુડ વેચાણકર્તાઓ પાસેથી દાઝયા તેલ એકઠું કરવામાં આ એપ્લીકેશન મદદરૂપ થશે. એફએસએસઆઈ દ્વારા કુકીંગ ઓઈલની વધુમાં વધુ સ્વીકાર્ય મર્યાદા ૨૫ ટકા નકકી કરવામાં આવી છે. જે એક વખત વપરાયા પછી ખત્મ થઈ જાય છે. આથી ૨૫ ટકા કરતા વધુ દાઝી ગયેલા તેલ હવે, બાયોડીઝલમાં રૂપાંતરીત કરાશે અને તેનાથી વાહનો દોડાવાશે.

પ્રદૂષણમૂક્ત બસ અને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનને પરમિટમાંથી મૂક્તિ

વાતાવરણને સ્વચ્છ અને પ્રદુષણમુકત કરવા તરફ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. વીજળી, ૧૦૦ ટકા ઈથેનોલ અને મોથેનોલથી ચાલતા પ્રદુષણમુકત વાહનોને વધુને વધુ પ્રોત્સાહન આપવા સરકાર હવે પરમીટમાંથી મુકિત આપે તેવી શકયતા છે.

જેમાં બસ, ટેકસી, ઓટોરીક્ષા સહિતના પબ્લીક ટ્રાન્સપોર્ટશનોનો સમાવેશ છે. આ સાથે સરકાર વાહન ચાલકોની ઓપરેટીંગ કોસ્ટ ઓછી કરવાના ભાગરૂપે વધુ પેસેન્જરોના પરિવહન માટે પણ છુટ આપે તેવી ધારણા છે. તાજેતરમાં ઓટોમોબાઈલ કોમ્પોનન મેન્યુફેકચર્સ કોન્ફરન્સને સંબોધતા રોડ ટ્રાન્સપોર્ટમંત્રી નિતીન ગડકરીએ કહ્યું હતું કે, પ્રદુષણ ન ફેલાવતા વાહનોને પરમીટની ઝંઝટમાંથી મુકિત આપવા સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.