Abtak Media Google News

પુરતા પ્રમાણમાં કસરત ન કરવાથી કેન્સર અને ડાયાબિટિસ સહિતની બિમારીઓનું જોખમ વધી જાય છે

આજના આધુનિક સમયમાં ભાગદોડ તો વધી છે પરંતુ તેની અસરતળે યોગા, કસરત અને આસાનનો ક્રેઝ પણ ઘણો ઓછો થઈ ગયો છે. કસરતની આળસના કારણે ભારતમાં અડધો અડધ મહિલાઓ જોખમી બની છે. જયારે ૨૫% ભારતીય પુરુષો એવા છે કે જેઓ કસરત કરતા નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંશોધકોએ તાજેતરમાં કરેલા એક અભ્યાસ પરથી આ ખુલાસો થયો છે. તેમાં સંશોધકોએ એ પણ આશ્ર્ચર્યજનક ખુલાસો કર્યો છે કે, કસરત ન કરવાથી મોટાભાગના લોકો ગંભીર બિમારીમાં સપડાય છે. તેમાં પણ ખાસ કરીને કાર્ડિઓવાસ્કયુલર ડીસીઝ, ટાયપર ડાયાબીટીસ, ગાંડ પણ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધુ રહે છે.

ધી લેનકેટ ગ્લોબલ હેલ્થ જર્નરમાં અહેવાલ રજુ કરતા સંશોધકોએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧ થી કસરતોમાં વિશ્ર્વભરમાં કોઈ મહત્વનો વધારો નોંધાયો નથી અને જો આ જ પ્રકારે ચાલતું રહેશે તો વર્ષ ૨૦૨૫ સુધીમાં પુરતી માત્રામાં થતી કસરતોના પ્રમાણમાં મોટો ઘટાડો થશે અને અત્યારની વસ્તી ઘડપણ સુધી સારું સ્વાસ્થ્ય જાળવી શકશે નહીં.

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના ડો.રેજીના ગુથોલ્ડે કહ્યું કે, વિશ્ર્વ સ્તરે વાત કરીએ તો દર ૩ માંથી ૧ મહિલા અને દર ૪ માંથી એક પુરુષ પુરતી માત્રામાં કસરત કરતા નથી. આ અભ્યાસ ભારત સહિતના ૧૬૮ દેશોમાં ૩૫૮ સર્વે દ્વારા કરાયો છે. ગુથોલ્ડે વધુમાં કહ્યું કે, જે દેશ ઓછી માથાદીઠ આવક ધરાવે છે ત્યાં પૈસા માટે શ્રમ વધુ કરવો પડતો હોવાથી પુરતી માત્રામાં એકસરસાઈઝ કરાય છે. ભારતમાં ૪૪ ટકા મહિલાઓ કસરત કરતી નથી અને તેમાં પણ મોટાભાગની મહિલાઓ સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય સારવાર ન રાખતી હોવાથી બિમારીઓનું જોખમ વઘ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.