Abtak Media Google News

જાહેર સ્થળોની સ્વચ્છતા માટે શ્રમદાન આપવા વડાપ્રધાનનું આહવાન

ભાજપા દ્વારા આજથી ૨ ઓકટોબર ૨૦૧૮ સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન નકકી કરવામાં આવ્યું છે. સમગ્ર દેશના ભાજપા સંગઠન તેમજ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત તમામ કાર્યકર્તાઓને તારીખ ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓકટોબર, ૨૦૧૮ ગાંધી જયંતિ સુધી દરરોજ એક કલાક પોતાના વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કરેલ છે.

જે અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લા/મહાનગર તેમજ તાલુકાઓમાં બુથ સ્તર પર મંદિર, શાળાઓ, મંડી બજાર, હોસ્પટલ, જાહેર ઉધાનો વગેરે જેવા જાહેર સ્થાનો પર સ્વચ્છતા માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા સંગઠન અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પને સિઘ્ધ કરશે.

ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરો સહિત વિવિધ સ્થાનો પર અટલજીની યાદમાં કાવ્યાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવશે.

આ કાવ્યાંજલી કાર્યક્રમોમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઈ ‚પાલા સુરત ખાતે તથા મનસુખભાઈ માંડવીયા વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર નવસારી ખાતે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ તારીખ ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં કાવ્યાંજલી સેવા સપ્તાહ ઉજવવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં સેવા વસ્તીમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ અને આરોગ્યલક્ષી સેવા અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.

આ સપ્તાહ દરમ્યાન વિવિધ સ્થાનો પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના બાળપણ અંગેની બનેલી પ્રેરણાદાયી ફિલ્મ ‘ચલો જીતે હૈ’ બતાવવામાં આવશે. તે ઉપરાંત ૧૭ સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી એપનું નવું વર્ઝન શ‚ થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતના ભાજપા કાર્યકર્તાઓ તથા દેશપ્રેમી નાગરિકો આ એપ ડાઉનલોડ કરે અને તેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધા જ જોડાઈને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે તે માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.