Abtak Media Google News

ગીગાફાઈબરના રજીસ્ટ્રેશન માટે રૂ.૪૫૦૦ સિકયોરીટી રકમ જમા કરાવવાની રહેશે.

રિલાયન્સને માર્કેટ સ્ટ્રેટેજી કિંગ કહેવામાં આવે છે. જયારે જીયો સિમકાર્ડ આવ્યું ત્યારે પણ રિલાયન્સે ફ્રી ડેટા દ્વારા ગ્રાહકોને આકર્ષયા હતા ત્યારે ગીગાફાઈબર બ્રોડબેન્ડ તરફ ગ્રાહકોને ખેંચી લાવવા જીયો ત્રણ મહિના સુધી ૩૦૦ જીબી ડેટાની યોજનાનો ઉપયોગ કરશે. ગીગાફાઈબર બ્રોડબેન્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂકયું છે. જેમાં ૧૬ યુઝરોને ત્રણ મહિના માટે ૩૦૦ જીબી ફ્રી ડેટા આપવામાં આવશે. જેમાં દર મહિને ૧૦૦ જીબી ડેટાનો વપરાશ કરી શકાશે.

આ ૧૦૦ જીબી પૂરૂ થયા બાદ પણ યુઝરો ૪૦ જીબી વધારાના ડેટાનો ઉપયોગ કરી શકશે. ડેટાની સ્પીડ ૧ જીબી પીએસની રહેશે કંપનીનો દાવો છે કે ગ્રાહકો ફોર કે સ્ટ્રીમ વિડિયો જોઈ શકશે. તેમજ વીઆર ગેમ્સ રમી શકશે. જીઓ બ્રોડબેન્ડમાં માટે રૂ.૪૫૦૦ની સિકયોરીટી રકમ જમા કરાવવાની રહેશે.

આ અગાઉન્ટ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, જીયો મની અને પેટીએમ દ્વારા ભરી શકાશે. રિલાયન્સ જીયો પ્રીપ્રેઈડ પ્લાન્સની સુવિધા પણ આપે છે. જયારે એક વખત ગીગાફાઈબર પ્રીવ્યુ ઓફરની અવધી પૂર્ણ થશે ત્યારે સબ્સક્રાઈબર અન્ય પ્રીપેઈડ પ્લાન્સ ઉપર જઈ શકે છે. ગ્રાહકો જો ૮ મહિના બાદ સેવા બંધ કરવા માંગતા હોયતો કનેકશન રદ કરાવીને તેમને સિકયોરીટી ડિપોઝીટની રકમ પરત આપી દેવામાં આવશે.

ગ્રાહકો ગીગાફાઈબરની સર્વીસનું રજીસ્ટ્રેશન વેબસાઈટ ઉપર કરી શકે છે. જેને ઓટીપી અથવા મોબાઈલ નંબર દ્વારા શેર કરવામાં આવશે. પહેલા ૯૦૦ શહેરોમાં ગીગાફાઈબરની સુવિધા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.