Abtak Media Google News

સભામાં ગુજરાત રાજયમાં રમત ગમતને વધુ વેગ મળે તે માટે ચર્ચા કરવામાં આવી.

ફિઝિકલ એજયુ. ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા ગુજરાત રાજયની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતુ આ સભા ડો. જમનાદાસ સાવલીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી જેમાં ગત વર્ષના ઠરાવો કાર્યક્રમો અને વિષયો બાબતે રાજયમંત્રી ડો. ગોપાલભાઈ જોષીએ સ:વિસ્તૃત માહિતી આપી હતી. આવનાર ૩ વર્ષ માટે પીઈએફઆઈની નવી કારોબારીની રચના કરવામાં આવી. જેમાં રાજયના ચીફ પેટર્ન તરીકે ડો. જમનાદાસ સાવલીયા, રાજયના પ્રમુખ તરીકે ડો. આશવભાઈ પટેલ, રાજયના મંત્રી તરીકે ભરતસિંહ પરમાર, વર્કિંગ પ્રેસીડેન્ટ તરીકે ડો. આકાશસિંહ ગોહિલ, તેમજ રાજયના ખજાનચી તરીકે સીએ કલ્પેશ પારેખની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.