Abtak Media Google News

ચીન બાદ ભારત ઈરાનનું સૌથી મોટુ ક્રુડ આયાતી દેશ

અમેરિકાએ ભારતને ઈરાનમાંથી ક્રુડની આયત પર પ્રતિબંધ મુકયા છતાં ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ જરીફે કહ્યું હતું કે, ઈરાન ભારતને ક્રુડ આપતુ રહેશે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ રહેશે જ. ઈરાનના વિદેશ મંત્રીએ આ વાત સુષ્મા સ્વરાજ સાથેની મીટીંગમાં કહી હતી.

Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેમાં ઈરાન સાથેની આંતરરાષ્ટ્રીય પરમાણુ સંધીમાંથી નિકળવાનો નિર્ણય લીધો હતો હવે ટ્રમ્પ પ્રશાસન ૪ નવેમ્બરે લાગુ થનારા ક્રુડ પ્રતિબંધની વોટ જોઈને બેઠુ છે. ઈરાની વિદેશ મંત્રીને જયારે પુછવામાં આવ્યું કે ભારતમાં તેલની નિકાસ શરૂ રાખવામાં આવશે ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારા ભારતીય મિત્રોનો રસ્તો હંમેશાથી સ્પષ્ટ રહ્યો છે અને જો આ નિર્ણય ભારતીય વિદેશ મંત્રીને પણ કહ્યો છે.

જરીફે કહ્યું હતું કે, ભારત સાથેના સંબંધો વ્યાપક રહેશે કારણકે ઈરાન હંમેશાથી ભારતની ઉર્જાની જરૂરતો માટેનું વિશ્વસનીય સોર્સ રહ્યુ છે. જરીફે વધુમાં કહ્યું કે ઈરાન ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધો બનાવવા માંગે છે. ઈરાન ભારતનું ત્રીજુ સૌથી મોટુ ખરીદદાર છે તો આ વર્ષે જ ભારતે ક્રુડની આયાત વધારવાનો નિર્ણય લીધો છે.

જયારે ઈરાને ભારતને સહકાર આપ્યા હોવાની ઔપચારિક સ્પષ્ટતા થઈ હતી. જોકે આ વખતે ભારત-ચીન બાદ ઈરાનનું સૌથી મોટુ ખરીદદાર દેશ બન્યું છે. ભારત ઈરાનથી તેલની આયાતમાં કટોતી કહી ચુકયુ છે પરંતુ એ નિર્ણય હજુ લેવાયો નથી કે ભારત ઈરાન પાસેથી ક્રુડ આયાત પ્રતિબંધ છતાં કરશે કે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.