Abtak Media Google News

કેશોદ નગરપાલિકાની વોર્ડ નં.૯ ની ખાલી પડેલી બેઠકની ચુંટણી તાજેતરમાં યોજાયેલી હતી. કુલ છ બુથમાં ઇવીએમ મશીનથી મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૯ ના મતદારોએ પેટા ચુંટણી હોવા છતાં ઉત્સાહ બતાવી કુલ મતદાન ૪૧.૩૦ ટકા કર્યુ હતું.

ભાજપના ઉમેદવાર સુરેશભાઇ પરમાર અને કોંગ્રેસના રાધાબેન સોદરવા વચ્ચે સીધો ચુંટણી જંગ ખેલાયો હતો. ચુંટણી અધિકારી તરીકે રેખાબા સરવૈયા નિષ્ણક્ષ નિર્ભય રીતે મતદાન થાય તે માટે તમામ વહીવટી વ્યવસ્થા કરી હતી. કોંગ્રેસના મહિલ ઉમેદવાર અને ભાજપના પુરુષ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં કેદ થયા બાદ રાજકીય વર્તુળોમં અટકળો એ જોર પકડયું હતું.

Advertisement

આજે સવારે તાલુકા સેવા સદન મુકામે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ર૧પ૧ મતદારોએ મતદાન કરેલ જેની સામે ૪૬ મતદારોએ નોટાનો ઉ૫યોગ કર્યો હતો. કોંગ્રેસના મહીલા ઉમેદવારને ૧ર૩ર મત મળ્યા હતા સામે હરીફ ભાજપના ઉમેદવારને ૮૭ મત મળ્યા હતા. ૩૫૯ મતની લીડથી મહીલા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગ્રેસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમારના પત્નીનો વોર્ડ નંબર નવની પેટા ચુંટણીમાં વિજય થતા કોંગ્રેસ પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શહેર કોગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના કાર્યકરોનો નવા ચુંટાયેલા સભ્યએ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.