Abtak Media Google News

જામનગરનાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી અપનાવીને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનાં સંદેશ સાથે સરકાર પણ આ મુદે બનતા પ્રયાસો કરે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.

Advertisement

આવેદનમાં જણાવાયું કે ઓનલાઈન ખરીદી અને વેચાણથી આપણા દેશના અર્થતંત્રને તેમજ દેશના લોકોને વિવિધ પ્રકારની અસર ભોગવવી પડે છે દેશમાં મોટાભાગના લોકો પોતાનું ગુજરાત નાના નાના ધંધા વ્યાપાર કરી ચલાવે છે. ત્યારે આવા સમયમાં આપણા દેશના નાના વેપારીઓ અને તેમને ત્યાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા લોકો કે જેની અંદાજીત સંખ્યા દેશની કુલ વસ્તીના ૨૦% જેટલી હોવાનો અંદાજ છે.

તેમાંથી મોટાભાગના લોકોની રોજી રોટી પર મોટી તરાપ લાગશે. સરકાર દ્વારા જે માલ સામાનની આયાત પર પ્રતિબંધ છે. તેવી વસ્તુઓને તેમજ તદન નબળીગુણવતા વાળી ચીજ વસ્તુઓ પણ આપણા દેશમાં ઘુસાડી તેનું મોટાપાયે વેચાણ કરવામા આવે. આ બાબતની તપાસ લગત ખાતા દ્વારા કરાવી આવી ચીજ વસ્તુઓનું વેચાણ બંધ થાય તે દેશ હિત માટે ખૂબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.