Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં શ્રાવણી મેળાના ટેન્ડર ખોલતી વખતે બે ધંધાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી .Screenshot 9 2

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં મેળાનું આયોજન કરાયું છે, જે મેળાના બીજા રાઉન્ડના ટેન્ડરો ખોલતી વખતે બે ટેન્ડર ધારકો વચ્ચે એસ્ટેટ શાખાની કચેરીમાં જ ઝઘડો થયો હતો, અને અભદ્ર વાણી વિલાસના ઉચ્ચારણ થયા હતા.Screenshot 11 1

સમગ્ર પ્રક્રિયા દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ મૌન  રહેતા આશ્ચય થયું હતું. જોકે અન્ય ટેડર ધારકો વગેરે આવીને બંને પાર્ટી વચ્ચે સુલેહ કરાવીને મામલો થાળે પાડ્યો હતો.

જોકે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.