Abtak Media Google News

તાજેતરમાં જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા યોજાયેલ રાજયકક્ષાની અન્ડર ૧૪ સોફટબોલ સ્પર્ધામાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા જેવી ચેમ્પીયન ટીમોને પરાસ્ત કરી સમગ્ર ગુજરાત રાજયમાં ગૌરવભેર દ્વિતિય સ્થાન મેળવેલ છે.

અને હવે તેઓ નેશનલ કક્ષા માટે ગુજરાતની ટીમમાંપસંદગી પામેલ છે. જેમાં કાથરોટીયા પ્રેમ, ગોળ પ્રિન્સ, વાઘેલા વૈભવ અને સોલંકી મીત તેમજ બહેનોની ટીમમાંથી હષિતા દુધાત્રા, વિધિ મકવાણા ગુજરાતની ટીમમાં નેતૃત્વ કરશે આસિધ્ધિ મેળવી વિદ્યાર્થીઓએ સ્કુલ પરિવાર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધારેલ છે. આ તકે ગંગોત્રી સ્કુલનાં ચેરમેન સંદીપ છોટાળા તેમજ આચાર્ય કિરણબેન છોટાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ કોચ શૈલેષ ભટ્ટને અભિનંદનપાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.