Abtak Media Google News

વીરપુર જલારામધામમાં શ્રી મારૂતિ ગૌશાળામાં ગિરિરાજ ગૌ-સેવા કીર્તન મંડળી દ્વારા ગૌમાતા માટે સુવિધાયુક્ત નવનિર્માણ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું

“સેવાનો જ્યાં સૂરજ તપે,ભક્તિ સદા નિષ્કામ છે ધન્ય ધન્ય વીરપુર ધરણી જ્યાં સંત શ્રી જલીયાણ છે” સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં બીમાર અને નિરાધાર ગાયમાતા માટે ચાલતી શ્રી મારૂતિ ગૌશાળા જેની સ્થાપના શ્રી મારૂતિ મિત્ર મંડળના સ્વ.કિરીટભાઈ સાવલીયાએ કરેલ હતી આજે પણ આ ગૌશાળામાં શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટી મંડળ તેમજ મારૂતિ યુવા ગ્રૂપ દ્વારા અવિરતપણે બીમાર અને નિરાધાર ગૌમાતાની સેવાઓ થઈ રહી છે,આ ગૌશાળામાં વીરપુરની ગિરિરાજ ગૌસેવા કીર્તન મંડળી જે વીરપુર સહિત આજુબાજુ ગામમાં ઘેરઘેર ભજન-કીર્તન તેમજ ધૂન કરીને જે દાન-ફાળાની રકમ મળે તેમાંથી ગાયમાતા માટે સેવાઓ કરી રહ્યા છે.

Img20181103095529

તાજેતરમાં વીરપુરમાં શ્રી મારૂતિ ગૌશાળામાં આ ગિરિરાજ કીર્તન મંડળી દ્વારા બીમાર અને નિરાધાર ગાયમાતાઓ માટે રૂપિયા ૬.૫૧૦૦૦ (છ લાખ એકાવન હજાર)નો સુવિધાયુક્ત શેડ બનાવી તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી તેમજ અનેકવાર ગૌ કથા વાંચનાર રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણ દાસજીના વરદહસ્તે આ સુવિધાયુક્ત શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Img20181103094233

આ લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી મારૂતિ ગૌશાળાના પ્રમુખશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવિહારી દાસજી તેમજ મારૂતિ ગૌશાળા ટ્રસ્ટી મંડળ દ્વારા ગિરિરાજ ગૌસેવા કીર્તન મંડળના પ્રમુખ અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગાયમાતાઓ માટે નવનિર્માણ સુવિધાયુક્ત શેડના લોકાર્પણ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધારી પોતાની અમૃતવાણીનો લાભ આપી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ શ્રી ગાયત્રી સેવા ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા તથા શ્રી ગાયત્રી મહિલા મંડળના બહેનો તેમજ વીરપુર ગામના આગેવાનો, અગ્રણીઓ તથા ગૌપ્રેમીઓ હાજર રહ્યા હતા.

Img20181103094039

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.