Abtak Media Google News

સ્ટ્રેટોસ્ફિયર પહોંચવાના ઉદેશ પહેલા સૌર વિમાને સ્વિટઝરલેન્ડમા ૩૦૦ મીટરની ઉંચાઈ પર કર્યું પ્રારંભિક ઉડ્ડયન

વિશ્ર્વમાં સૌપ્રથમ વખત સૌર વિમાને ઉડાન ભરી છે. સ્ટ્રેટોસ્ફિયર (પૃથ્વીની સપાટીથી સાત માઈલ ઉંચાઈ પછી હવાનું પડ) પહોંચવાના ઉદેશ પહેલા સૌર વિમાને સ્વિટર્ઝલેન્ડમાં એક પ્રારંભિક નિમ્ન ઉંચાઈ પરીક્ષણનું ઉડ્ડયન કયુર્ં હતું. પશ્ર્ચિમી સ્વિટર્ઝલેન્ડમાં એરબેઝના એક એએફપીના મતાનુસાર, સોલાર સ્ટ્રાટોસ કે જે સૌર પેનલોની સાથે લાંબી પાંખોવાળુ એક સુપર લાઈટ, સ્લિક, વ્હાઈટ દો સીટર વીમાન છે.

સોલાર સ્ટ્રાટીસ ટીમે તેના એક અહેવાલમાં જણાવ્યું કે, પ્રોટોટાઈપની સૌપ્રથમ ઉડાન એક પણ અચડણ વિના થઈ છે. સૌર વિમાનના પાયલોટ ડેમિયન ડીસચીયરે ૩૦૦ મીટર (લગભગ એક હજાર ફુટ)ની ઉંચાઈએ સાત મિનિટ માટે પ્રથમ ઉડ્ડયન પરિક્ષણ કર્યું. હવે, વધુ ઉંચાઈનો સફર કરતા પહેલા ગ્રુપ આ પરીક્ષણ ઉડાનના પરિણામોની તપાસ હાથ ધરશે.

આ સૌર વિમાન ૨૫,૦૦૦ મીટર (૮૨૦૦૦ ફુટ)ની ઉંચાઈ પર ઉડવામાં સક્ષમ હોવાની સંભાવના છે. જે એક ડ્રાઈવન વિમાનના ઉપયોગ દ્વારા એક મોટી ઉપલબ્ધી ગણી શકાય. તેમણે જણાવ્યું કે, આ સૌર ઉર્જાવાળા વિમાનની ક્ષમતાનો સંપુર્ણપણે ઉપયોગ કરવા માટે સખત મહેનત કરવી આવશ્યક છે. અમે એ દેખાડવા માંગીએ છીએ કે, વર્તમાન નવીનતમ ટેકનોલોજીની સાથે ઈંધણથી પણ ઉપર જાવું શકય છે.

સોલાર સ્ટ્રાટોસ ૮.૫ મીટર લાંબુ, ૨૨ વર્ગ મીટર (૨૩૭ સ્કેવર ફુટ), સૌર પેનલોની સાથે કવર પાંખ છે. તેમજ વિમાનનું વજન માત્ર ૪૫૦ કિલો છે. વર્ષ ૨૦૧૨માં ડોમજન નામનો વ્યકિત દુનિયાભરમાં સૌર ઉર્જાવાળી નાવ લઈ જનારો પ્રથમ છે. સ્ટ્રેટોસ્ફિઅરમાં પાંચ કલાકના મિશન પર જવાનું લક્ષ્ય છે. જેમાં બે કલાક અપ અને ત્રણ કલાક બેકનો ઉલ્લેખ છે. અહિંયા સુધી પહોંચવા માટે મોટી માત્રામાં સૌર ઉર્જાની જ‚ર પડે છે. જે માટે આ આ સૌવિમાન તૈયાર કરાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.