Abtak Media Google News

પોરબંદરમાં મુખ્યમંત્રીને પોતાનું બોલેલુ યાદ અપાવતા લલિત વસોયા(કિરીટ રાણપરીયા)ઉપલેટા

ભાદર-૨નું પાણી લીફટ કેનાલ દ્વારા ધોરાજી-ઉપલેટા અને માણાવદર તાલુકામાં આપવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું. ૧૧૫૫૦ વિઘા જમીન માટે પિયત માટે ખેડુતોએ ફોર્મ પણ ભરી દીધા. પૈસા સરકારને જમા કરાવી દીધા અને વાવેતર પણ કરી દીધું. સિંચાઈ વિભાગ દ્વારા ખેડુતોને ૨ પાણ પણ આપી દેવામાં આવ્યા પણ મુખ્યમંત્રી પોરબંદર ગયા ત્યાં જાહેરાત કરી કે પોરબંદરને ચાલુ વર્ષ ઉનાળામાં નર્મદાનું પાણી પીવા માટે આપવામાંઆવશે પણ જાહેરાત નર્મદાના પાણીની કરી પણ આયોજન ભાદર-૨નું કેમિકલયુકત પાણી આપવાનું કર્યું.

ભાદર-૨ ડેમમાં પુરતું પાણી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારાજાહેરાત કરવામાં આવી કે શિયાળુ પિયત માટે મેઈન કેનાલમાંથી પ પાણ અને પેટા કેનાલમાંથી૪ પાણ આપવામાં આવશે. ખેડુતોએ મોંઘા ભાવના ખાતર-બિયારણ, જંતુનાશક દવા અને બીજા ખર્ચ કરી વાવેતર કરી દીધું.લીફટથી પાણી લેવાનું હોય ખેડુતોએ ઓઈલ એન્જીન, પાઈપવગેરે વસ્તુઓ પાછળ પણ ખર્ચ કર્યો. બધો ખચર ગણીએ તો વિઘા એક જમીને૧ ૦,૦૦૦ જેટલો ખર્ચ કરી ચુકયા છે. બધા ખેડુતોનોખર્ચ ગણો તો ઓછામાં ઓછો ૧૧.૫૦ કરોડ કરી ચુકયા છે ત્યારે સરકારપત્ર લખી નિર્ણય કરે કે ૧૦ એમજીડી પાણી ધોરાજી અને ૩૦ એમજીડી પાણી પોરબંદરને પીવા માટેઅનામત રાખવું અને ખેડુતોને પાણી આપવાનું બંધ કરવાનો હુકમ કરો એ કેટલા અંશે વ્યાજબીછે.

વધુમાં લલીત વસોયાએ મુખ્યમંત્રીનેપાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આપને ખેડુત-ખેતી અને ગામડાની સમસ્યા અંગે બહુ ખબર ન હોય કારણકે આપ ખેતી સાથે કે ગામડા સાથે જોડાયેલ નથી. આપની સરકારમાં બેઠેલી કોઈ વ્યકિત આપ ખેડુત વિરોધી માનસીકતા ધરાવો છો. એવી આપની છાપ ઉભી કરાવી આપને બદનામ કરાવવા માટે આપની પાસે આવા ખોટા નિર્ણય તો નથી કરાવતું ને ? અંતમાંપોરબંદરની જનતાનું આરોગ્ય ન બગડે એટલા માટે એમને નર્મદાનું પાણી આપો અને ખેડુતોને એમના હકકનું ભાદર-૨નું પાણી આપો. ત્વરીતે આ અંગે હુકમ કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.