Abtak Media Google News

મશીનરી એન્જિનિયરીંગ સહિતના ક્ષેત્રોનો સમાવેશ

મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાની જગ્યાએ હવે બાય ઇન ઇન્ડિયા પર વધારે ભાર મૂકી રહી છે. સરકાર દ્વારા ઘરેલુ ખરીદ નીતિને પ્રામિકતા આપવા સો એક વ્યાપક નીતિ પર સરકાર કામ કરી રહી છે. એક સૂત્ર પ્રમાણે પ્રધાનમંત્રી કાર્યાલયએ હાલમાં જ પ્રસ્તાવિત નીતિની રૂપરેખા પર બેઠક કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ નીતીને જલ્દી લાવી શકે છે. બાય ઇન ઇન્ડિયા નીતિ પર ર્અશાીઓનું કહેવું છે કે તેમાં એવા ક્ષેત્રોને શામેલ કરવામાં આવશે. જેમાં સરકાર સૌી મોટી ખરીદાર છે. જેવા કે એન્જિનિયરિંગ, મશીનરી અને કાગળ વગેરે.

મળતી માહિતી મુજબ નવી નીતિમાં સ્વદેશીનો હિસ્સો વધારે વ્યાપક રહેશે. જોકે આ મામલે જાણકારોમાં કેટલાકનું માનવું છે કે સનીક ખરીદીને પ્રોત્સાહન આપવામાં હંમેશા વિવાદ સર્જાય છે. સો જ તેનાી વિશ્વ વ્યાપાર સંગઠનમાં પણ પડકાર આપી શકાય છે.

આ મામલા અંગે જાણકાર એક સૂત્રએ કહ્યું છે કે સરકારે હાલમાં પેટ્રોલિયમ અને સ્ટીલ ક્ષેત્રેમાં સનીક ખરીદીને પ્રોસ્તાહન આપવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં આવા સમયે આ પગલું ઉઠાવવા જઇ રહ્યું છે જ્યારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વિકસિત દેશોમાં ર્આકિ રાષ્ટ્રવાદ જોર પકડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.