Abtak Media Google News

ડીએમસી માટે નવી કાર ખરીદવી, ભગવતીપરા મેઈન રોડને ‚રૂ.૧.૮૧ કરોડના ખર્ચે ડેવલપ કરવા, ટ્રાફિક સર્કલો જનભાગીદારીથી ડેવલપ કરવા, સોશ્યો ઈકોનોમીક સર્વે માટે એજન્સીને નિયુકત કરવા સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી સોમવારે સ્ટેન્ડિંગ કમીટીની જમ્બો બેઠક મળશે. જેમાં અલગ અલગ ૩૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે અને કરોડો ‚પિયાના વિકાસ કામોને બહાલી આપવામાં આવશે.

ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠક માટે આજે વિધિવત એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.૯માં મહિલાઓ માટે બની રહેલા નવા સ્વીમીંગ પુલના કામે ર્ડ પાર્ટી ઈન્સપેકશન કરવા એજન્સીની નિમણૂંક કરવા, નવ નિયુકત ડિએમસી માટે નવી ઈનોવા કાર ખરીદવા, વેસ્ટ ઝોનમાં વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન અપગ્રેડ કરી મીટરીંગ કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા, રેસકોર્સ સંકુલમાં સ્નાનાગારી ફૂટબોલ મેદાન સુધીનો રસ્તો બ્યુટીફીકેશન કરવા, કર્મચારીઓ માટે ગરમ વોની ખરીદી કરવા, પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓ માટે બે મા‚તી જીપ્સી ખરીદવા, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીી વેંચી દસ્તાવેજી કરી આપવા, શહેરમાં જુદા જુદા સ્ળે આવેલા ટ્રાફિક સર્કલ જનભાગીદારીી વાર્ષિક પ્રિમીયમ આધારીતી ડેવલોપ કરવા, રેલનગર અંડર બ્રિજ બનાવવા માટે લેઝીંગ ચાર્જ પેટે રેલવેને ‚ા.૯૯ લાખની ચુકવણી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત વોર્ડ નં.૯માં બની રહેલી લાઈબ્રેરીમાં વધારાના કામનો ખર્ચ મંજૂર કરવા, શ્રોફ રોડ લાઈબ્રેરી ખાતે બીજો માળ બનાવવા, જુદી જુદી હાઉસીંગ માટે શોસ્યો ઈકોનોમીક સર્વે માટે એજન્સીની નિમણૂંક કરવા, વોર્ડ નં.૧૬ અને ૧૮માં ભુગર્ભ ગટરના નિકાલનો કોન્ટ્રાકટ આપવા, શાસક પક્ષ અને વિપક્ષના મોટર કારના ડ્રાઈવરને વધારાની કામગીરી માટે સ્પેશ્યલ ભથ્ુ ચુકવવા, વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડ ‚ા.૧.૮૧ કરોડના ખર્ચે ડેવલોપ કરવા, જુદા જુદા રોડ પર લાઈટીંગ પોલ પર કીઓસ્ક દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતી જાહેરાતનો કોન્ટ્રાકટ આપવા, વિજીલન્સ ઓફિસરની જગ્યાની લાયકાત તા પગાર ધોરણમાં સુધારો કરવા, રાજકોટ મહાપાલિકાની હદમાં મૃત્યુ પામેલા ચારપગા જાનવરો ઉપાડવા તા નિકાલ કરવાનો ત્રિવાર્ષીક ખર્ચ મંજૂર કરવા અને મહાપાલિકાના પદાધિકારીઓ તા નગરસેવકોના પ્રવાસનો ખર્ચ મંજૂર કરવા સહિતની ૪૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.