Abtak Media Google News

વકીલોની નવી ટીમનું ગઠન કરાશે જે કેસ વધુ મજબૂતાઈથી આઈસીજેમાં લડશે

કુલ ભુષણ મામલે આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને ચેલેન્જ કરવા પાકિસ્તાને તૈયારી કરી લીધી છે. જો કે, એક વાત દીવા જેવી ચોખ્ખી છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભૂંડી રીતે હારેલા પાકની ચોમેર ટીકા થઈ રહી છે. કુલભુષણ જાધવ મામલે પાકે આઈસીજેમાં જઈને પોતાના પગ પર જ જાણે કુહાડી મારી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હાર બાદ પાકમાં રોષ ફાટી નીકળતા શરીફ સરકારે વકીલોની નવી ટીમની જાહેરાત કરવી પડી છે. અને આઈસીજેના ચુકાદાને ચેલેન્જ કરવા મતલબ કે ફેંસલાને પડકારવા તૈયારી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ પર સરબજીતની માફક જાસૂસી કરવાનો આરોપ છે પાક.ની આર્મી અદાલતે તેને ફાંસીની સજા ફટકારી હતી. તેની સામે ભારત સરકાર આઈસીજેમાં ગયું અને પ્રથમ ચૂકાદામાં જ આઈસીજેએ ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી.

પાકના વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું હતુ કે વકીલોની નવી ટીમનું ગઠન કરવામાં આવશે જે કુલભુષણનો કેસ વધુ મજબૂતાઈથી આઈસીજેમાં લડશે બાકી અત્યારે તે પાકની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે.

કેમકે જાધવ મામલે પાક આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગયું તે જ તેની મહાભૂલ હતી હવે પાક હારતા પ્રજા પણ સરકાર પર રોષે ભરાઈ છે. પાકના ધારાશાસ્ત્રીઓ પણ સરકારના પગલાને બેવકૂફી ગણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.