૧૯૭૪ શખ્સ સામે અટકાયતી પગલા અને ૧૧૫૦ પરવાનાવાળા હથિયાર જમા: સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ

લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા પોલીસે કાયદો  વ્યવસ્થાની સ્થિતિ સઘન બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ જિલ્લા પોલીસે ૧૯૭૪ લોકો સામે અટકાયતી પગલાં લીધા છે. જ્યારે, અસામાજિક તત્વોને જેર કરવા માટે ૯ પાસાની દરખાસ્ત તથા ૨૫ શખસોને તડીપાર કરવાની દરખાસ્ત કરી છે.  આ બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું કે, લોકસભા સામાન્ય અનુસંધાને ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નિયંત્રણમાં રહે તથા ભયમુકત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી સઘન કામગીરી રાજકોટ જિલ્લામાં કરવામાં આવી છે.

મતદારોને થતી પરેશાની અટકાવવા અને અસુરક્ષિતતા ઉભી કરતા માથાભારે વ્યક્તિઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે તેવા ઇસમો ઉક્ત પ્રમાણે પાસા અને તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે.

તદ્દઉપરાંત ૧૭૩  બુટલેગર્સ ઉપર નશાબંધી અંગે ૯૩ ના કેસ કરવામાં આવ્યા છે. પ્રોહીબીશન ધારા હેઠળ ૪૨૯ કેસો જિલ્લા પોલીસે શોધી કાઢ્યા છે. જેમા ઇંગ્લીશ દારૂની રૂ. ૮,૮૯,૮૩૦ કિંમતની બોટલ નંગ-૨૯૯૮, રૂ. ૨૯૬૬૦ની કિંમતનો દેશી દારૂ લીટર-૧૪૮૩, તથા રૂ. ૧૧૦૪૦ કિંમતનો આથો ૫૫૨૦ આથો કબ્જે લેવામાં આવ્યા છે.

સમગ્ર જિલ્લા માં પરવાના વાળા ૧૧૫૦ હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદે હથિયારો ધરાવતા ઇમસો વિરૂધ્ધ કાર્યવાહી કરતા લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેરકાયદે હથિયાર કબ્જેિ કરવામાં આવ્યું છે. ઉક્ત તમામ કામગીરી ગત્ત ૧૦ માર્ચથી ૨૬ માર્ચ સુધી કરવામાં આવી છે.

જિલ્લામાં વિદેશી દારૂની, હથિયાર, દારૂગોળો તથા અન્ય પ્રતિબંધિતચીજ વસ્તુઓના હેરફેર રોકવા અલગ-અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવે છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે જિલ્લા કલેકટરશ્રીના સંકલનમાં રહી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ૧૩ એફ.એસ.ટી. કાર્યરત કરી દેવામાં આવી છે. ચૂંટણી અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ થયે જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની સુચના મુજબ કુલ-૧૩ એસ.એસ.ટી. કાર્યરત કરવામાં આવનાર છે. આ ટીમ મોટી રોકડ રકમની ગેરકાયદે હેરાફેરી પર ચાંપતી નજર રાખવાની કામગીરી કરવાની છે.

જિલ્લામાં તમામ પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓને તથા એસ.આર.પી. ગુપના પોલીસ અધિકારી , કર્મચારીઓને ચુંટણીલક્ષી ફરજ અંગે તાલીમ આપવામાં આવી છે.જિલ્લામાં ચુંટણી પ્રક્રિયા શાંતિમય રીતે યોજાય અને ચૂંટણી દરમ્યાન પ્રજામાં ભયમુક્ત વાતાવરણ પ્રવર્તે અને કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ પેદા થાય તેવા હેતુંથી કેન્દ્રીતય અર્ધલશ્કરી દળોની કંપનીઓ દ્વારા જિલ્લાના સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તોરોમાં ફ્લેગ માર્ચ કરીને કાયદો અને વ્ય્વસ્થાાની સ્થિોતિ જાળવવામાં સ્થાથનિક પોલીસને મદદ કરવામાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.