Abtak Media Google News

આવનારા દિવસોમાં બજારમાં તરલતા લાવવા તમામ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે: શકિતકાંતદાસ

દેશવાસીઓએ નરેન્દ્ર મોદીની એનડીએને બહુમત આપતા સતા પર ફરીથી આદ્રઢ કર્યા છે ત્યારે દેશની આર્થિક વ્યવસ્થા કે જે મહદઅંશે ડામાડોળ પરિસ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે ત્યારે તેને ફરીથી જીવંત કરવા અને ફરીથી તેમાં પ્રાણ પુરવા માટે આરબીઆઈ કયાં પ્રકારે દેશની અર્થ વ્યવસ્થાને સ્થિર કરશે તે પણ એક પ્રશ્ન ઉદભવિત થયો છે ત્યારે વ્યાજદરમાં ઘટાડો કરવાનું પણ નાણા મંત્રાલય દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સુચન કરવામાં આવ્યું છે જે અંગે આરબીઆઈનાં ગર્વનર શકિતકાંતદાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવનારાં દિવસોમાં વ્યાજદર ઘટાડવા માટે અને બજારમાં તરલતા લાવવા માટે તમામ ઉપકરણોનો સાથ લેવામાં આવશે.

ચુંટણી પૂર્વે યુપીએ દ્વારા ન્યાય યોજના હેઠળ લોકોને ૭૨,૦૦૦ રૂપિયા આપવાની જે વાત કરી હતી તેનાં પર ભારત દેશનાં લોકોએ સહેજ પણ વિશ્વાસ મુકયો ન હતો અને તેમની આ યોજનાને ફલોપ સાબિત કરી હતી ત્યારે એનડીએ દ્વારા પણ એવી કોઈ ખાસ યોજના અને ભારતની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવા પડશે ત્યારે આરબીઆઈનાં ગર્વનર શકિતકાંતદાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આર્થિક ઉપકરણોનો ઉપયોગ આરબીઆઈ દ્વારા કરવામાં આવશે જેથી બજારમાં પૈસો રહે. હાલ ભારત દેશમાં તરલતાનો અભાવનાં કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ પરિસ્થિતિમાં આવી ગઈ છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો અને અનેકવિધ પોલીસીમાં ફેરબદલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચુંટણી પરિણામ બાદ જે જનાદેશ એનડીએ સરકારને મળ્યો છે અને પ્રજાનો જે પ્રચંડ વિશ્વાસ એનડીએને મળ્યો છે તે જોતા આરબીઆઈને વ્યાજદર ઘટાડવા માટે મજબુર પણ કર્યું છે. હાલ તરલતાનો મુદો જો આરબીઆઈ પૂર્ણત: ઉકેલી શકે તો ભારતની અર્થ વ્યવસ્થા કે જે પૂર્ણત: સ્થિર નથી તેમાં પણ આવી શકે અને જે અર્થવ્યવસ્થાને લઈ જે પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે તેનો પણ નિકાલ આવી શકે. ભાજપ પક્ષ દ્વારા તરલતા વધારવા માટે કરોડો રૂપિયા બજારમાં ઠાલવવામાં આવ્યા હતા ત્યારે આગામી સમયમાં પણ ફરીથી આ પગલું લેવામાં આવે તો નવાઈ નહીં ત્યારે આરબીઆઈ પણ તમામ આર્થિક ઉપકરણોને ધ્યાને લઈ અનેકવિધ પ્રકારની નાણાકીય પોલીસી બનાવવા તરફ વિચાર કેન્દ્રીત કર્યો છે અને તેને વહેલાસર અમલમાં મુકવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ આરબીઆઈનાં ગર્વનર શકિતકાંત દાસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.