Abtak Media Google News
  • સૌરાષ્ટ્રમાં ભાવનગર, પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટવેવની આગાહી: રાજકોટનું 41.3 ડિગ્રી જયારે મહુવાનું 41.4 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં થોડા દિવસની આંશિક રાહત બાદ આકાશ ફરીથી તપવા લાગ્યું છે. ઉનાળો હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે. મે મહિનામાં આકાશમાંથી અગન જ્વાળાઓ વરસશે. ગુજરાતમાં મવાઠાની આગાહી વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે, હવે ધીમે ધીમે ગરમી વધવા લાગી છે. રવિવારના દિવસે ગુજરાતના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. ગુજરાતમાં 10 શહેરોમાં મહત્તમ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી દીધો હતો. જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ – સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.

Advertisement

રવિવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પણ વટાવી ગયો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં 41.4 ડિગ્રી નોંધાઈ હતી. અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 29 એપ્રિલ આસપાસ આવશે. આ વખતે પણ ઓમન દુબઈમાં ભારે વરસાદ રહેશે, તેની અસરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા રહેશે. અંબાલાલે જણાવ્યું હતું કે, 29 એપ્રિલ અને મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટીવ થવાની શક્યતા રહેશે. આ સમયે પશ્ચિમ વેસ્ટન ડિસ્ટર્બન્સ મજુબત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં દેખાવાની શરૂ થશે.

અરબ સાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી, પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે. ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે.મે મહિનામાં એપ્રિલ કરતા પણ ભયંકર ગરમી જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. સખત ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હાલ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હાલ ગરમીમાંથી કોઇ રાહત નહીં મળે. હાલ પવન વધારે ચાલી રહ્યા છે. પવનની દિશા પણ વારંવાર બદલાતી રહે છે. પવનની દિશા બદલાવવાને કારણે રાજ્યના તાપમાનમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ અસર જોવા મળી રહી છે.

  • અમદાવાદ         40.5
  • ભુજ                 40.3
  • છોટાઉદેપુર       40.3
  • અમરેલી           41.0
  • વડોદરા             40.6
  • ગાંધીનગર         39.8
  • સુરત                39.6
  • પોરબંદર           38.8
  • ડીસા                39.0
  • રાજકોટ            41.1
  • મહુવા              41.4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.