પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સરકારી વિભાગોને જ‚રી સુચનાઓ અપાઈ: ૧૫ જુન સુધીમાં દરેક મોટા ડેમોમાં વાયરલેસ સિસ્ટમ લગાવવાનો આદેશ

હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે તમામ સરકારી વિભાગોને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જેમાં દરેક તાલુકા મથકે શનિવારથી ક્ધટ્રોલ‚મ શરૂ કરવા તેમજ ૧૫ જૂન સુધીમાં દરેક મોટા ડેમોમાં વાયરલેસ સીસ્ટમ લગાવવાનો વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ અત્યારથી જ શ‚ કરી દેવામાં આવ્યો છે. જે સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સરકારી વિભાગોને જ‚રી સુચનાઓ પણ આપવામાં આવી રહી છે. અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ આ અંગે જણાવ્યું કે, આગામી શનિવારથી જ દરેક તાલુકા મથકે ચોમાસા સંદર્ભે કંટ્રોલ‚મ શરૂ કરવાની સુચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત ડિઝાસ્ટરને લગતા બોટ સહિતના સાધનોની ચકાસણી કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં તમામ મોટા ડેમોમાં ૧૫ જૂન સુધીમાં વાયરલેસ સીસ્ટમ લગાવવાનું પણ જણાવાયું છે. સાથો સાથ પીડબલ્યુડીને ડીપવાળા રોડ ઉપર સુચના લગાવવા તેમજ પીજીવીસીએલને જનરલ પ્લાનીંગ તૈયાર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.