Abtak Media Google News

૨૨ ગામોને પિયત અને ૩૦ ગામોને પીવાનું પાણી પૂરૂ પાડતો દ્રોણેશ્વર ડેમ કાપથી છલોછલ, ખેડૂતોની ડેમમાંથી કાપને દૂર કરવાની માંગ

એક તરફ સરકાર સુજલમ સુફલામ અંતર્ગત ડેમો માંથી કાંપ કાઢી ને ડેમો ને ઊંડા ઉતારવાની મથામણ કરી રહી છે અને રાજ્ય ભર માં જુમ્બેશ ચલાવી છે પરંતુ ઉના તાલુકા માં આ યોજના કાગળ પર સીમિત હોય એવું લાગી રહ્યું છે ઉના તાલુકા અને કોડીનાર તાલુકા ના ગામો માં સુજલામ સુફલામ યોજના નો લાભ નહિવત મળ્યો છે વાત કરીએ ઉના ના ૨ મુખ્ય ડેમો ની તો રાવલ ડેમ બન્યા ને ૪૫ વર્ષ જેટલો સમય થયો છે એમા આજ દિવસ સુધી કાપ કાઢવામાં નથી આવ્યો તો મચ્છુન્દ્રી મુખ્ય ડેમ માં આ વર્ષે ૧૫ દિવસ માટે કાપ કાઢવાની મંજૂરી મળી હતી ત્યારે વર્ષો થી કાંપ ન કાઢવાને લીધે પાણી ની સંગ્રહ શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. ઉના અને ગીર ગઢડા તાલુકા ના દ્રોણેશ્વર નજીક આવેલ ડેમ ની પરિસ્થિતિ પણ આવી જ કંઈક છે ૬૦ ના દાયકા માં બનેલ આ ડેમ માં ફક્ત એકવાર કાપ કાઢવામાં આવેલ ત્યાર બાદ સિંચાઈ વિભાગે તસ્દી ન લેતા ૩૫ ફૂટ નો ડેમ ફક્ત એવરેજ ૩ ફૂટ પાણી સંગ્રહ કરી શકે છે ૩૨ ફૂટ સુધી ના કામ્પ ને કારણે પાણી ની સંગ્રહ શક્તિ નામ માત્ર ની રહેવા પામી છે ડેમ ના વિસ્તાર ક્ષેત્ર માં પણ આજ પરિસ્થિતિ થઈ છે અને ૩ થી ૪ કિલોમીટર ના દાયરા માં કાપ ભરાઈ ગયો છે.

દ્રોણેશ્વર ના આ ડેમ માંથી ઉના તાલુકા અને ગિરગઢડા તાલુકા ના ગામો ને પિયત અને પીવાનું પાણી અપાય છે ઉનાળા માં ૨૨ થી વધુ ગામો માં કેનલો દ્વારા પાણી અપાય છે તો આખું વર્ષ ૩૦ થી વધુ ગામો ને પીવાના પાણી નું વિતરણ થાય છે ત્યારે આ ડેમ માંથી કાપ ને કાઢવામાં આવે તો પાણી ની સંગ્રહ શક્તિ ૪ ગણી વધી શકે છે અને આ કાપ છે તે ખેતર માટે સોના સમાન છે કેમ કે અતિ ફળદ્રુપ આ માટી ખેતરો માં નાખવામાં આવે તો ખેતરો ને નવજીવન મળે એમ છે અને ખાલી સિંચાઈ વિભાગ મંજૂરી આપે તો ખેડૂતો પોતાના સ્વખર્ચે આ કાપ લઈ જવા તૈયાર છે ત્યારે સરકાર ની યોજના સુજલામ સુફલામ નો પુરો લાભ આ તાલુકા ને મળે તે જરૂરી છે અને તે સમય ની માંગ પણ છે. આ જ બાબતે અમે મદદનીશ ઈજનેર ને મળતા તેઓએ કયાંક અલગજ કહ્યું કે ગત વર્ષે કાંપ કાઢવા આવ્યો હતો પરંતુ આ વર્ષે પાણી વધુ હોવને કારણે કાંપ કાઢી નથી શકાયો પણ દ્રોણેશ્વર ડેમના પાછળના ભાગે થી હાલ કાંપ કઢાવાનું ચાલુ છે અને જેમ જેમ પાણી ખાલી થશે તેમ કાંપ કાઢવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.