Abtak Media Google News

ગુજરાતી સિંગર અને ડાંડિયા ક્વિન ઐશ્વર્યા મજમુદાર દુબઈના બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે સગાઇ કરી લીધી છે આ વાત તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર કરી છે. ઐશ્વર્યા મજમુદારે આ અંગે વાત કરી અને તેની ખુશી શેર કરી છે. આ સાથે જ તેણે તેનાં વાલમ મુલ્કરાજ વિશે વાત કરી છે. તે કેવી રીતે પહેલી વખત મુલ્કરાજનાં સંપર્કમાં આવી અને શું છે લગ્નનો પ્લાન તે અંગે ઐશ્વર્યાએ વાત કરી હતી.

Advertisement

ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, જે રીતે મારા જીવનની બધી જ સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલી છે તેમ હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલાં છીએ. મુલ્કરાજ પોતે દુબઇનાં એક બિઝનેસમેન છે. જોકે તેને સંગીતમાં ખુબજ રસ છે. તેણે પોતે તેનાં માતા-પિતા માટે એક સોન્ગ લખ્યુ હતું અને તે એક સારા વોઇસની તલાશમાં હતાં જ્યારે મળશે ત્યારે તે પોતે લખેલું સોન્ગ તેની પાસે ગવડાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.