Abtak Media Google News

જાહેર સેવાનાં હિતાર્થે અને વહિવટી સરળતા ખાતર કોર્પોરેશનમાં ૯ જુનિયર કલાર્કની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં વેરા વસુલાત શાખા, સામાન્ય વહિવટ વિભાગ, સુરક્ષા વિભાગ, હિસાબી શાખા, એસ્ટેટ શાખા, મહેકમ શાખા અને કમિશનર વિભાગનાં જુનિયર કલાર્કનો સમાવેશ થાય છે.

નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.જે.જાડેજાએ વહિવટી સરળતા ખાતર સામાન્ય વહિવટ વિભાગનાં જુનિયર કલાર્ક રચના પરમારની વેરા વસુલાત શાખામાં, મહેકમ શાખાનાં વિપુલ દવેની ટેકસ બ્રાંચમાં, ઈમરાન શેખની ટેકસ બ્રાંચમાંથી સામાન્ય વહિવટ વિભાગમાં, સુરક્ષા વિભાગનાં જુનિયર કલાર્ક આશિકહુસેન જુણેજાની સિવીક સેન્ટર ખાતે, ટેકસ બ્રાંચના રોહિતિં ચરપોટની સુરક્ષા વિભાગમાં, એસ્ટેટ શાખાનાં જાહીર કુરેશીની હિસાબી શાખામાં, સર્જના બુવળની હિસાબી શાખામાંથી એસ્ટેટ શાખામાં, અતુલ પરમારની કમિશનર વિભાગમાંથી મહેકમ શાખામાં જયારે જુનિયર કલાર્ક મનોજ ચાવડાની મહેકમ શાખામાંથી કમિશનર વિભાગમાં બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.