Abtak Media Google News

ડોકટરોએ બાળકનાં જડબામાંથી સુક્ષ્મ દાંતો ઓપરેશન મારફતે કાઢયા

કહેવાય છે કે, બત્રીસીથી વધુને દોઢ ડાયા કહેવાય છે કે જેઓ કોઈપણ વાતમાં દોઢડાપણ કરી પોતાનું મહત્વ દેખાડવા માંગતા હોય છે પરંતુ ૫૪૭ દાંતવાળાને શું કહેવાય તે એક પ્રશ્ર્નાર્થ ઉદભવિત થયો છે. જી, હા, આ વાત કરવાનું એટલે થયું કે, ચેન્નાઈ ખાતે ૭ વર્ષનાં બાળકનાં જડબામાંથી ડોકટરોએ સુક્ષ્મ ૫૨૬ દાંતોને ઓપરેશન મારફતે કાઢયા હતા. જયારે તેનાં જે નોર્મલ દાંત માત્ર ૨૧ જ હતા. ચેન્નાઇના એક હોસ્પિટલમાં ચોંકાવનારો કેસ બન્યો છે જેમાં તબીબાએ સાત વર્ષના બાળકના મોંમાંથી ૫૨૬ દાંત હટાવ્યા છે. અહીના સવિતા ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં આ દુર્લભ સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, કમ્પાઉન્ડ કમ્પોઝિટ ઓનડોન્ટઓમના આ અનોખા અને દુર્લભ કેસમાં પીડિત બાળકના જમણા જડબામાં સોજા સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પટિલના ઓરલ અને મેક્સિલોફેશિયલ સર્જરી વિભાગના અધ્યાપક પી. સેન્લિનાને બુધવારે જણાવ્યું કે, બાળકના માતા-પિતાએ આ સોજો પહેલા પણ બાળકની ત્રણ વર્ષની ઉમર દરમિયાન જોયો હતો, પરંતુ સોજો વધારે ન હોવાના કારણે તેમણે હળવાશથી લીધુ હતું. બાળકે પણ આ મામલે કોઇ ફરિયાદ કે જાણ ન હતી કરીગ પાછળથી અતશય સોજો વધતા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક્ષ-રે અને સીટી-સ્કેનમાં નાના નાના અસંખ્ય અલ્પવિકસિત દાંત હોવાનું માલૂમ પડ્યું હતું. ડોક્ટરોએ આ મામલે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સેન્લિનાને જણાવ્યું કે, અમે ઓપરેશન કરી બાળકના મોંમાંથી નાના, મઘ્યમ અને મોટા આકારના કુલ ૫૨૬ દાંત હટાવ્યા હતા. આ સર્જરીમાં પાંચ કલાકનો લાંબો સમય લાગ્યો હતો. જો કે સર્જરીના ત્રણ દિવસ પછી બાળક સ્વસ્થ અને સામાન્ય પરિસ્થિતિમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.  ડોક્ટરો મુજબ આ દુનિયાનો પહેલો કિસ્સો છે જ્યાં કોઇ વ્યક્તિના મોંમાંથી આટલી મોટી સંખ્યામાં નાના-મોટા દાંત હટાવવા પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.