Abtak Media Google News

જૂનાગઢના વંલીમાં ૫॥ વિસાવદરમાં ૪॥ જૂનાગઢમાં ૪, મેંદરડામાં ૩॥ ભેંસાણ-માળીયા-બાબરામાં ૩ ઈંચ, બગસરા-લીલીયા-રાજુલા-પાલીતાણા-ઉમરાળામાં ૨ થી ૨॥ ઈંચ વરસાદ: રાજકોટમાં સવારે ૧ કલાકમાં ૧ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સીઝનનો ૪૨.૧૫ ટકા વરસાદ

સૌરાષ્ટ્રમાં સતત આઠમાં દિવસે મેઘરાજાએ મહેર વરસાવી છે. સાર્વત્રીક હળવા ઝાપટાથી લઈ ૫॥ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. હજુ ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો ૪૩.૧૫ ટકા જેટલો વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં પણ બુધવારે મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું હતું. આજે સવાર થી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારે ૧ કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડી જતાં શહેરમાં મોસમનો ૨૦ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૮ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં ૨૦ ઈંચ જેટલો વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીરસોમના, ભાવનગર શહેર સહિતના તમામ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જૂનાગઢ જિલ્લાના વંલીમાં ૧૩૯ મીમી, વિસાવદરમાં ૧૧૬ મીમી, માણાવદરમાં ૧૦૭ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧૦૧ મીમી, મેંદરડામાં ૮૨ મીમી, ભેંસાણમાં ૬૮ મીમી, કેસોદમાં ૬૭ મીમી, માળીયામાં ૩૫ મીમી અને મેંદરડામાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો.  ગીરનાર પર્વત પર ૭ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગીર-સોમના જિલ્લામાં ગીરગઢડામાં ૨૧ મીમી, કોડીનારમાં ૧૦ મીમી, સુત્રાપાડામાં ૮ મીમી, તાલાલામાં ૧૫ મીમી, ઉનામાં ૧૪ મીમી અને વેરાવળમાં ૮ મીમી વરસાદ પડયો છે. જયારે અમરેલી જિલ્લાના બાબરામાં ૬૭ મીમી, બગસરામાં ૫૨ મીમી, ધારીમાં ૨૦ મીમી, જાફરાબાદમાં ૩૭ મીમી, ખાંભામાં ૧૦ મીમી, લાઠીમાં ૪૩ મીમી, લીલીયામાં ૫૭ મીમી, રાજુલામાં ૪૭ મીમી, અમરેલીમાં ૨૭ મીમી, સાવરકુંડલામાં ૧૬ મીમી અને વડીયામાં ૧૨ મીમી.

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૫૯ મીમી, પાલીતાણામાં ૪૯ મીમી, તળાજામાં ૩૯ મીમી, સિંહોરમાં ૪૦ મીમી, ઘોઘામાં ૨૯ મીમી, ભાવનગરમાં ૨૮ મીમી, ગારીયાધારમાં ૨૪ મીમી, વલ્લભીપુરમાં ૧૭ મીમી, મહુવામાં ૧૨ મીમી, જેસરમાં ૧૦ મીમી, જામનગર જિલ્લાના ધ્રોલમાં ૨૫ મીમી, જામનગરમાં ૨૦ મીમી, કાલાવાડમાં ૧૭ મીમી, જોડીયામાં ૧૧ મીમી અને જામનગર શહેરમાં ૭ મીમી જ્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૩૭ મીમી,જ સદણમાં ૨૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૮ મીમી, પડધરીમાં ૧૭ મીમી, લોધીકામાં ૧૩ મીમી, વિંછીયામાં ૧૦ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ૨૮ મીમી, ચોટીલામાં ૧૨ મીમી, ચુડામાં ૧૧ મીમી, બોટાદ જિલ્લાના બરવાળામાં ૧૭ મીમી, ગઢડામાં ૧૩ મીમી જેટલો વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં કુલ ૪૨.૧૫ ટકા જેટલો વરસાદ પડયો છે. આજે સવારે રાજકોટ શહેરમાં ધોધમાર ૧ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ચાલુ સાલ મોસમની સીઝનનો આજ સુધીમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. હાલોલ, સંજેલી, મોરવાડ, સલતાનસાણા, કલોલ, માતર અને શહેરામાં ૧ ઈંચ થી લઈ ૨॥  વરસાદ વરસ્યો છે. સવારી ૯૨ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફલો

ભાદર, આજી, ન્યારી સહિતના ૧૮ જળાશયોમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૮ દિવસી સતત વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સોરઠ પર મેઘરાજા ઓળધોળ યા હતા અને ૧ ઈંચી લઈ ૫॥ ઈંચ સુધી વરસાદ પડયો હતો. જૂનાગઢની જળ જરૂરીયાત સંતોષતો વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થઈ જતાં જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યા તણાઈ જવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકી ૧૮ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

સોરઠ પંકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે આજે સવારે વિલિંગ્ડન ડેમ ઓવરફલો ઈ ગયો હતો. આ ઉપરાંત નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફલો વાની તૈયારીમાં છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા ૧૭ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જેમાં ભાદરમાં ૦.૧૦ ફૂટ, મોજમાં ૦.૧૦ ફૂટ, આજી-૨માં ૦.૬૬ ફૂટ, આજી-૩માં ૦.૪૯ ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, ખોડાપીપરમાં ૦.૪૩ ફૂટ, મચ્છુ-૧માં ૦.૩૬ ફૂટ, મચ્છુ-૨માં ૦.૩૩ ફૂટ, ડેમી-૧માં ૦.૬૨ ફૂટ, ડેમી-૨માં ૨.૬૨ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૧૬ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૩.૧૨ ફૂટ, મચ્છુ-૩માં ૧.૨૧ ફૂટ, આજી-૪માં ૦.૩૩ ફૂટ, ઉંડ-૨માં ૦.૩૩ ફૂટ, વઢવાણમાં ૦.૨૦ ફૂટ અને ત્રિવેણી ઠાંગામાં ૧.૨૧ ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.