Abtak Media Google News

જાધવને મળવા પાકે. ભારતને આપી મંજુરી: તમામ વાતોને પાક. કરશે રેકોર્ડ

અંતે કુલભૂષણ જાધવને મળવા માટે પાકિસ્તાને ભારતને પરવાનગી આપી છે તે જોતાં લાગે છે કે, કુલભૂષણ જાધવને લઈ પાકિસ્તાને જાણે કુકરી ગાંડી કરી હોય. પાકિસ્તાન દ્વારા જાધવને મળવા માટે ભારતને જે પરવાનગી આપવામાં આવી છે તેમાં પાકિસ્તાન દ્વારા મુખ્યત્વે ૩ શરત રાખવામાં આવી છે. જેમાં પ્રથમ શરત એ કે, જયારે ભારતીય અધિકારી કુલભૂષણને મળશે ત્યારે પાકિસ્તાનનાં અધિકારી પણ તે બેઠકમાં હાજર રહેશે. બીજી તરફ એ છે કે, સમગ્ર રૂમને સીસીટીવીથી સજજ કરી દેવામાં આવશે તથા ત્રીજી શરત એ કે કુલભૂષણ સાથે થવામાં આવતા તમામ સંવાદોને રેકોર્ડ કરવામાં આવશે. આ તમામ ૩ શરતો પર જો ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો કયાંકને કયાંક ભારત માટે સારા સમાચાર પણ માની શકાય ત્યારે એ પણ આશા સેવાઈ રહી છે કે, નાપાક પાકિસ્તાનની હરકતો પણ ઉજાગર થઇ શકે છે.

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાને આજે રાજદ્વારી સહાય આપવાનું જણાવ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે જણવાયું કે જાધવને આજે પાકિસ્તાન કોન્સ્યુલર એક્સેસ પુરું પાડશે. ૪૯ વર્ષીય જાધવ ભારતીય નોસૈનાના નિવૃત અધિકારી છે અને ઈરાની કતિ રીતે પાકિસ્તાન આવતી વખતે તેને ભારતીય જાસૂસ ગણાવીને પાકિસ્તાને પોતાના કબ્જામાં લઈ લીધા હતા. પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જોધવને ફાંસની સજા ફરમાવી હતી. જો કે આ મુદ્દે ગત મહિને ભારતને મોટી રાહત મળી હતી.

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનને લપડાક મારતા જાધવને કોન્સ્યુલર એક્સેસ પુરૂં પાડવા આદેશ કર્યો હતો તેમજ તેની ફાંસીની સજા પર પુન: વિચારણા કરવા પણ જણાવ્યું હતું. આઈસીજેએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જાધવને કોન્સ્યુલર એક્સેસ પુરું નહીં પાડીને પાકિસ્તાને વિયેલા સંઘીનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા ફૈઝલે જણાવ્યું હતું કે, તેમણે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસને આ મામલે જાણ કરી દીધી છે અને તેઓ ભારતના જવાબની રાહ જોઈ રહ્યા છે. ૧૭ જુલાઈના આઈસીજેના ચુકાદા બાદ પાકિસ્તાને નમતું જોખ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે કુલભૂષણ જાધવને બલોચિસ્તાન પ્રાંતમાંથી ૩ માર્ચ ૨૦૧૬ના પકડવામાં આવ્યો હતો. જો કે ભારત જાધવની ધરપકડ ઈરાનમાંથી કરાઈ હોવાની વાત વળગી રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.